Heatwave: આ રાજ્યમાં કાળ બની કાળઝાળ ગરમી, હીટવેવને કારણે 99 લોકોનાં થયા મોત
Heatwave in Odisha: ઓડિશામાં શંકાસ્પદ હીટસ્ટ્રોકને કારણે મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કથિત સન સ્ટ્રોકથી મૃત્યુના 99 કેસ અહીં નોંધાયા છે.
Deaths in Odisha due to Heatwave: સમગ્ર દેશમાં લોકો ગરમીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હીટસ્ટ્રોક (Heatstroke)ની સૌથી વધુ અસર ઓડિશામાં જોવા મળી છે.
ઓડિશામાં છેલ્લા 72 કલાક દરમિયાન, કલેક્ટર દ્વારા કથિત સન સ્ટ્રોકના મૃત્યુના 99 કેસ નોંધાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં આવનારા દિવસોમાં લોકોને હીટવેવ (Heatwave)થી રાહત મળશે.
ઓડિશામાં હીટસ્ટ્રોક (Heatstroke)ને કારણે થયેલા મૃત્યુ અંગે વિશેષ રાહત કમિશનરે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'છેલ્લા 72 કલાક દરમિયાન કલેક્ટર દ્વારા કથિત સન સ્ટ્રોકના કારણે મૃત્યુના 99 કેસ નોંધવામાં આવ્યા છે. નોંધાયેલા 99 કેસમાંથી 20 કેસની કલેક્ટર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉનાળામાં, કથિત સન સ્ટ્રોકથી મૃત્યુના 141 કેસ નોંધાયા છે. જેમાં 26 લોકો સન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામ્યા હતા.
આ અંગે માહિતી આપતાં સુંદરગઢના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આશુતોષ કુલકર્ણીએ જણાવ્યું કે, ઓડિશાના પશ્ચિમ ભાગમાં સૌથી વધુ હીટવેવ (Heatwave)થી મૃત્યુ પામ્યા છે. હીટ સ્ટ્રોકને કારણે 6ના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે.
આ પહેલા શનિવારે (1 જૂન) બિહારના દાઉદનગરમાં EVM લઈ જતી બસમાં કોન્સ્ટેબલ રામ ભજન સિંહ બેભાન થઈ ગયા હતા, ત્યારપછી તેમને તાત્કાલિક એઈમ્સ, પટનામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું રવિવારે (2 જૂન) મોત થયું હતું હવામાન વિભાગ દ્વારા 5 જૂન પછી જ લોકોને ગરમીના મોજામાંથી થોડી રાહત મળી શકે છે. આ સિવાય કેરળમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. આવી સ્થિતિમાં લોકોને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળી શકે છે.
ગરમીથી બચવાના ટીપ્સ:
પાણીનું સેવન:
- પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, ખાસ કરીને જ્યારે તમે બહાર હોવ ત્યારે. તરસ લાગે તે પહેલાં જ પાણી પીવું શરૂ કરો.
- ઠંડા પાણી, છાશ, નારિયેળ પાણી, ORS જેવા પીણાં પીવો.
- આલ્કોહોલ અને કેફીનયુક્ત પીણાં ટાળો, કારણ કે તે શરીરમાંથી પાણી દૂર કરી શકે છે.
પોશાક:
- હળવા, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો.
- ઘાટા રંગના કપડાં ટાળો, કારણ કે તે સૂર્યપ્રકાશને શોષી લે છે.
- ટોપી, સનગ્લાસ અને સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
બહારનું કામ:
- સવારે વહેલા અથવા સાંજે મોડા બહાર કામ કરો.
- શક્ય હોય ત્યાં સુધી ગરમીના સમયે બહારના કામ ટાળો.
- જો તમારે બહાર કામ કરવું જ પડે, તો વારંવાર વિરામ લો અને ઠંડા, છાયેદાર વિસ્તારમાં આરામ કરો.
- ભારે કામ કરતી વખતે વધુ પાણી પીવો.
ઘર:
- ઘરને ઠંડુ રાખો. પંખા અને એર કન્ડિશનનો ઉપયોગ કરો.
- બારીઓ અને દરવાજા બંધ રાખો, ખાસ કરીને દિવસના સૌથી ગરમ સમયે.
- પડદા અને બ્લાઇન્ડ્સનો ઉપયોગ સૂર્યપ્રકાશને બહાર રાખવા માટે કરો.
- ઘરના છોડ ઉગાડો, જે ઠંડક આપવામાં મદદ કરી શકે છે.
અન્ય ટીપ્સ:
- ઠંડા સ્નાન અથવા શાવર લો.
- ઠંડા પાણીથી તમારા માથા અને ગરદનને ભીનો કરો.
- તાજા ફળો અને શાકભાજી ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય.
- ગરમ અને મસાલેદાર ખોરાક ટાળો.
- નિયમિત કસરત કરો, પરંતુ ગરમીના સમયે ખૂબ જ મહેનત કરવાનું ટાળો.
- વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોનું ખાસ ધ્યાન રાખો.