શોધખોળ કરો
Advertisement
PM મોદીએ ફરીથી બધાને ચોંકાવ્યા, આ સાંસદ હશે લોકસભાના નવા સ્પીકર
ઓમ બિરલાના પત્ની અમિતા બિરલા એ કહ્યું કે આ અમારા માટે ખૂબ જ ગર્વ અને ખુશીની ક્ષણ છે.
નવી દિલ્હીઃ રાજસ્તાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિરલા નવા લોકસભા અધ્યક્ષ બનશે. ઓમ બિરલા આ પદ માટે આજે પોતાની ઉમેદવારી નોંધાવશે. પીએમ મોદીએ ફરી એકવખત પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે. ઓમ બિરલા અમિત શાહના નજીકના ગણાય છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે સંગઠનની જવાબદારી આપવામાં આવી હતી. ઓમ બિરલા કોટાથી વર્ષ 2014 અને વર્ષ 2019માં સાંસદ ચૂંટાઈ આવ્યા છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય પણ રહ્યા છે.
ઓમ બિરલાના પત્ની અમિતા બિરલા એ કહ્યું કે આ અમારા માટે ખૂબ જ ગર્વ અને ખુશીની ક્ષણ છે. અમે તેમની (ઓમ બિરલાને) પસંદગી કરવા બદલ કેબિનેટના ખૂબ જ આભારી છીએ. લોકસભા અધ્યક્ષની ચૂંટણી આજે થવાની છે. તે દ્રષ્ટિથી લોકસભા સ્પીકરના પદને લઇ જુદી-જુદી અટકળો લગાવામાં આવી રહી હતી. ભાજપમાંથી જીતીને આવેલા વરિષ્ઠ નેતાઓના નામ પર મંથન ચાલી રહ્યું હતું. ઓમ બિરલા આજે જ ઉમેદવારી નોંધાવશે, ત્યારબાદ બુધવારના રોજ ગૃહમાં તેના પર મતદાન થશે. કારણ કે NDAની પાસે લોકસભામાં બહુમતી છે, એવામાં લોકસભા સ્પીકર બનવાનું નક્કી મનાઇ રહ્યું છે.Amita Birla, wife of BJP MP Om Birla, who reportedly is the NDA candidate for the post of Lok Sabha Speaker: It is a very proud and a happy moment for us. We are very thankful to the cabinet for choosing him. (In pic 2&3 : BJP MP Om Birla) pic.twitter.com/lPYB2jQEQn
— ANI (@ANI) June 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement