શોધખોળ કરો

આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ

Omar Abdullah Horse Trading: કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો; પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો મેળવવા 20 જુલાઈએ દિલ્હીમાં મોટા આંદોલનની જાહેરાત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઓમરે નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યને પક્ષપલટાની ઓફરનો ઘટસ્ફોટ કર્યો.
  • રાજ્યનો દરજ્જો પાછો મેળવવા 20 જુલાઈએ દિલ્હીમાં આંદોલન.
  • ઓમરે ભાજપ-કેન્દ્રને પડકાર્યા, LG શાસન સવાલો ઉઠાવ્યા.

Omar Abdullah Horse Trading: જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં એક નવો જ ભૂકંપ આવી ગયો છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એવો સનસનીખેજ દાવો કર્યો છે કે તેમની પાર્ટી 'નેશનલ કોન્ફરન્સ'ના એક ધારાસભ્યને પક્ષ પલટો કરવા માટે 20 થી 30 કરોડ રૂપિયા અને મંત્રીપદની ઓફર આપવામાં આવી છે. આ દાવા બાદ કાશ્મીરથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો આવી ગયો છે. ઓમરે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા રાજ્યનો દરજ્જો પાછો મેળવવા માટે 20 જુલાઈએ દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત પણ કરી દીધી છે.

શનિવારે (11 જુલાઈ) બેગમ અકબર જહાં અબ્દુલ્લાની 26મી પુણ્યતિથિ નિમિત્તે હઝરતબલ ખાતે પાર્ટીના કાર્યકરોને સંબોધતી વખતે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ મોટો ખુલાસો કર્યો હતો. તેમણે વિરોધીઓ પર સીધો નિશાન સાધતા કહ્યું કે, "અમારી પાર્ટીને તોડવાના ફરી એકવાર પ્રયાસો થઈ રહ્યા છે. મને જાણવા મળ્યું છે કે જમ્મુના અમારા એક ધારાસભ્યને તેમની સાથે જોડાવા બદલ 20 થી 30 કરોડ રૂપિયા, મંત્રીપદ અને રાજ્યનો દરજ્જો પાછો અપાવવાની લાલચ આપવામાં આવી છે." તેમણે ઉમેર્યું કે, "આ લોકો એવું માને છે કે લોકોનો અંતરાત્મા આટલો સસ્તો છે." જોકે, ઓમરે આ ધારાસભ્ય કે ઓફર આપનારનું નામ જાહેર કર્યું ન હતું.

દિલ્હીમાં 20 જુલાઈએ મોટું આંદોલન

પોતાની વાતને આગળ વધારતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે નેશનલ કોન્ફરન્સે રાજ્યનો દરજ્જો પાછો મેળવવા માટે સંઘર્ષની જગ્યાએ વાતચીતનો રસ્તો અપનાવ્યો હતો. તેમણે કહ્યું, "અમે કેન્દ્રને તેના વચનો પૂરા કરવા જાણીજોઈને પૂરતો સમય આપ્યો હતો, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે એટલે અમારે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે." આ માટે 20 જુલાઈએ નવી દિલ્હીના જંતર-મંતર ખાતે પાર્ટી દ્વારા એક ઉગ્ર પરંતુ શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવશે.

ભાજપ અને કેન્દ્રને ખુલ્લી ચેલેન્જ

ઓમરે ભાજપને સીધી ચેલેન્જ આપતા કહ્યું કે જો તેઓ પાછલા બારણેથી સરકારમાં ઘૂસવા માંગતા હોય તો જાહેરમાં કહેવાની હિંમત રાખે. તેમણે સુપ્રીમ કોર્ટમાં કલમ 370 ની સુનાવણી વખતે કેન્દ્ર સરકારે આપેલા 'રોડમેપ'ની યાદ અપાવતા પૂછ્યું કે, "સીમાંકન થઈ ગયું, ચૂંટણીઓ પણ યોજાઈ ગઈ અને જનતાએ અમને બહુમતી પણ આપી દીધી, તો હવે અમારો વાંક શું છે? રાજ્યનો દરજ્જો પાછો આપવાનું વચન હજુ પણ કેમ અધૂરું છે?"

"બધું રાજભવનથી જ ચલાવવું હતું તો ચૂંટણીઓ કેમ કરાવી?"

લેફ્ટનન્ટ ગવર્નર (LG) શાસન પર સવાલ ઉઠાવતા ઓમરે રોષ ઠાલવ્યો કે, "જો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા સહિતના તમામ મોટા નિર્ણયો રાજભવનમાંથી જ લેવાવાના હતા, તો પછી આ ચૂંટણીઓ કરાવવાનો મતલબ જ શું છે? જો અમારા હાથ પીઠ પાછળ બાંધીને જ રાખવા હતા તો અમને સરકારમાં શા માટે લાવવામાં આવ્યા?"

અંતમાં તેમણે 1984 નો ઇતિહાસ યાદ કરતા કહ્યું કે તેમણે શેર-એ-કાશ્મીર શેખ મોહમ્મદ અબ્દુલ્લાની જેલ અને પાર્ટીના ભાગલા જોયા છે, છતાં તેમણે ક્યારેય ધીરજ નથી ગુમાવી. "અમારી ધીરજ એ અમારી નબળાઈ નથી, પણ તાકાત છે અને અમે અમારા હકો માટે લડતા રહીશું," તેમ કહીને તેમણે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપવાની માંગ વધુ બુલંદ કરી હતી.

Frequently Asked Questions

ઓમર અબ્દુલ્લાએ કયો સનસનીખેજ દાવો કર્યો છે?

ઓમર અબ્દુલ્લાએ દાવો કર્યો છે કે તેમની પાર્ટીના એક ધારાસભ્યને પક્ષ પલટો કરવા માટે ₹20-30 કરોડ અને મંત્રીપદની ઓફર કરવામાં આવી છે. આનાથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

નેશનલ કોન્ફરન્સ કયા મુદ્દે અને ક્યાં વિરોધ પ્રદર્શન કરશે?

નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો અપાવવા માટે 20 જુલાઈએ નવી દિલ્હીના જંતર-મંતર ખાતે મોટું આંદોલન કરશે.

ઓમર અબ્દુલ્લાએ ભાજપ અને કેન્દ્ર સરકારને શું પડકાર ફેંક્યો?

તેમણે ભાજપને પાછલા બારણેથી સરકારમાં આવવા અંગે જાહેરમાં કહેવાની હિંમત રાખવા પડકાર્યો. તેમણે કેન્દ્રને રાજ્યનો દરજ્જો પાછો આપવાના વચન પૂરા ન કરવા બદલ સવાલ કર્યા.

ઓમર અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નર શાસન (LG rule) પર શું સવાલ ઉઠાવ્યા?

તેમણે સવાલ કર્યો કે જો તમામ મોટા નિર્ણયો રાજભવનમાંથી જ લેવાના હોય, તો પછી ચૂંટણીઓ કરાવવાનો શું અર્થ છે. તેમણે આને

Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget