Omicron Cases India Tally: ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં ઓમિક્રોનના છે સૌથી વધુ કેસ, જાણો રાજ્યવાર સ્થિતિ
Omicron Cases India Update: દેશના 27 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્ર અને દિલ્હી પ્રભાવિત છે.
![Omicron Cases India Tally: ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં ઓમિક્રોનના છે સૌથી વધુ કેસ, જાણો રાજ્યવાર સ્થિતિ Omicron Cases India: 3071 Omicron cases were reported in 27 States UTs of India so far Omicron Cases India Tally: ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં ઓમિક્રોનના છે સૌથી વધુ કેસ, જાણો રાજ્યવાર સ્થિતિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/73dd274ea20a9ab79321ce4e630160cf_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Omicron Cases India Tally: ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 3071 પર પહોંચ્યા છે, જેમાંથી 1203 લોકો સાજા થઈ ગયા છે. રાજસ્થાનના જયપુરમાં ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિનું મોત થયું હતું અને તે ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મોત હતું.
કયા રાજ્યમાં કેટલા ઓમિક્રોન કેસ
દેશના 27 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્ર અને દિલ્હી પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં 876, દિલ્હીમાં 513, કર્ણાટક 333, રાજસ્થાનમાં 291, કેરળમાં 284, ગુજરાતમાં 204, તેલંગાણામાં 123, તમિલનાડુમાં 121, હરિયાણામાં 114, ઓડિશામાં 60, ઉત્તર પ્રદેશમાં 21, આંધ્રપ્રદેશમાં 28, પશ્ચિમ બંગાળમાં 27, ગોવામાં 10, આસામમાં 9, મધ્ય પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 8, મેઘાલયમાં 4, અંદામાન-નિકોબારમાં 3, ચંદીગઢમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 3, પોંડિચેરીમાં 2, પંજાબમાં 2, છત્તીસગઢમાં 1, હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1, મણિપુરમાં 1 કેસ નોંધાયો છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,41,986 નવા કેસ નોંધાયા છે અને 285 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,895 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,12,740 પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 21 ટકા વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે 1.30 લાખ કેસ નોંધાયા હતા.
- એક્ટિવ કેસઃ 472169
- કુલ ડિસ્ચાર્જઃ 3,44,12,740
- કુલ મૃત્યુઆંકઃ4,83,463
દેશમાં રસીકરણની શું છે સ્થિતિ
દેશમાં અત્યાર સુધીમાં કુલ રસીકરણનો આંકડો 150,61,92,903 પર પહોંચ્યો છે. જેમાંથી ગઈકાલે 90,59,360 ડોઝ આપવામાં આવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)