India, Omicron Cases Tally: ઓમિક્રોન કેસોની સંખ્યા ભારતમાં 49 પર પહોંચી
દિલ્હી અને રાજસ્થાનમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ નોંધાયા સાથે, દેશમાં નવા કેસની કુલ સંખ્યા વધીને 49 થઈ ગઈ છે.
નવી દિલ્લીઃ દેશમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર ફરી એકવાર ચિંતિત બન્યું છે. આજે દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા છે. આ સાથે દિલ્લીમાં આ કેસોની સંખ્યા 6 થઈ છે. આ 6માંથી એક દર્દી સાજો થઈ ગયો છે. દિલ્હી અને રાજસ્થાનમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ નોંધાયા સાથે, દેશમાં નવા કેસની કુલ સંખ્યા વધીને 49 થઈ ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ જણાવ્યું છે કે નવા ઓમિક્રોન કોરોનાવાયરસ સ્ટ્રેન 63 દેશમાં જોવા મળ્યા છે.
1) મહારાષ્ટ્રમાં COVID-19 ના ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપગ્રસ્ત વધુ બે લોકો નોંધાયા છે, બંને દુબઈ મુસાફરીનો ઇતિહાસ ધરાવે છે. બંનેએ રસી લીધી હતી.
2) ગુજરાતમાં ચોથો ઓમિક્રોન કેસ સુરતમાં નોંધાયો હતો જ્યાં દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા 42 વર્ષીય વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યા હતા.
3) ચંદીગઢમાં કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. 20 વર્ષીય રસી લેનાર માણસ ઇટાલીથી અહીં તેના સંબંધીઓને મળવા આવ્યો હતો, તેનામાં ચેપ હોવાનું પરીક્ષણમાં સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.
રાજ્ય મુજબ ઓમિક્રોન કેસ
મહારાષ્ટ્ર (20)
રાજસ્થાન (13)
ગુજરાત(4)
કર્ણાટક (3)
કેરળ (1)
આંધ્ર પ્રદેશ (1)
દિલ્હી (6)
ચંદીગઢ (1)
કોરોના નવા વેરિયન્ટની દહેશત વધી છે પરંતુ અત્યાર સુધીમાં તેનો જે પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેને લઇને કહી શકાય કે. આ કોરોના મહામારીનો અંત પણ હોઇ શકે છે. ભલે ડેલ્ટા વેરિયન્ટથી ઓમિક્રોનની ફેલાવવાની ક્ષમતા પાંચ ગણી વધુ હોય પરંતુ ઓમિક્રોન સંક્રમિતોના દર્દીઓમાં અત્યાર સુધી ખૂબ જ માઇલ્ડ લક્ષણો જોવા મળી રહ્યાં છે અને દર્દીને હોસ્પિટલમાં એડમિટ થવાની પણ જરૂર નથી પડતી. આ મુદ્દે કેન્દ્રીય મંત્રાલયે અનેક એક્સ્પર્ટ સાથે આ મુદ્દે કેટલીક વાતચીત કરી હતી. નવા વેરિયન્ટની બીમારી કરવાની ક્ષમતા ઓછી હોવાથી તેની અંતની આ શરૂઆત પણ હોઇ શકે છે. આ વાતનો એકસ્પર્ટે સ્વીકાર કર્યો છે.
ડેલ્ટાની તુલનામાં ઓછો ખતરનાક
આઇસીએમઆરના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવ કોઇ નિષ્ક્રર્ષ પર પહોંચે તે પહેલા તેઓ હજુ એક મહિનાની રાહ જોવાની વાત કરી રહ્યાં છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓમિક્રોન ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે.પરંતુ અત્યાર સુધીના ડેલ્ટા કહે છે કે ઓમિક્રોનથી સરળતાથી સંક્રમિત તો વ્યક્તિ થઇ જશે પરંતુ તે તેને ગંભીર રીતે બીમાર નથી કરી શકતો. તેમણે જણાવ્યું કે, મહામારીનો અંત આવી જ રીતે થતો હોય છે. જો કે એક્સ્પર્ટના મત મુજબ એક વખત વાયરસ પેદા થઇ જાય તો ખતમ નથી થતો પરંતુ જ્યારે તેની ઝપેટમાં આવેલા લોકો બીમાર નથી પડતાં તો તે વાયરસથી પેદા થયેલી મહામારીનો અંત માનવામાં આવે છે. એકસ્પર્ટનું માનવું છે કે, ઓમિક્રોનથી પણ ઝડપથી ફેલાતા હજું અનેક કોરોના વેરિયન્ટ આવી શકે છે પરંતુ તેનાથી લોકો બીમાર નહીં પડે. ચિંતા કરવાની જરૂર નથી.
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની દહેશત સમગ્ર વિશ્વમાં છે. તમામ દેશો ઓમિક્રોનના કારણે સતર્ક થઈ ગયા છે. યૂકેમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી પ્રથમ મોત થયું છે. યૂકેના પીએમ બોરીસ જોનસને આ વાતની પુષ્ટી કરી છે.
બ્રિટનમાં આજે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત એક દર્દીનું મોત થયું છે. વિશ્વમાં આ પ્રકારથી મૃત્યુનો આ પ્રથમ કેસ છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને આ વાતની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે યુકેમાં ઓમિક્રોનનો કેસ ઝડપથી વધી રહ્યો છે. આ પ્રકારનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં આવ્યો હતો. યુકેમાં, લગભગ 1500 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે.