India, Omicron Cases Tally: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 કેસ નોંધાતા દેશમાં કુલ કેસની સંખ્યા 57 પર પહોંચી
મહારાષ્ટ્રમાં 8 નવા કેસ નોંધાતા હવે દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 57 પર પહોંચી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ જણાવ્યું છે કે નવા ઓમિક્રોન કોરોનાવાયરસ સ્ટ્રેન 63 દેશમાં જોવા મળ્યા છે.
![India, Omicron Cases Tally: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 કેસ નોંધાતા દેશમાં કુલ કેસની સંખ્યા 57 પર પહોંચી Omicron Corona Cases India 14 December 2021 update Maharashtra Delhi Rajasthan reported Omicron cases India tally at 57 India, Omicron Cases Tally: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 કેસ નોંધાતા દેશમાં કુલ કેસની સંખ્યા 57 પર પહોંચી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/a3d6ca024895db34ec962d0b7a2f53f9_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ દેશમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર ફરી એકવાર ચિંતિત બન્યું છે. આજે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ પહેલા દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા હતા. આ સાથે દિલ્લીમાં આ કેસોની સંખ્યા 6 થઈ છે. દિલ્હી અને રાજસ્થાનમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ નોંધાયા સાથે, દેશમાં નવા કેસની કુલ સંખ્યા વધીને 49 થઈ હતી. મહારાષ્ટ્રમાં સાંજે 8 નવા કેસ નોંધાતા હવે દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 57 પર પહોંચી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ જણાવ્યું છે કે નવા ઓમિક્રોન કોરોનાવાયરસ સ્ટ્રેન 63 દેશમાં જોવા મળ્યા છે.
રાજ્ય મુજબ ઓમિક્રોન કેસ
મહારાષ્ટ્ર (28)
રાજસ્થાન (13)
ગુજરાત(4)
કર્ણાટક (3)
કેરળ (1)
આંધ્ર પ્રદેશ (1)
દિલ્હી (6)
ચંદીગઢ (1)
કોરોના નવા વેરિયન્ટની દહેશત વધી છે પરંતુ અત્યાર સુધીમાં તેનો જે પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેને લઇને કહી શકાય કે. આ કોરોના મહામારીનો અંત પણ હોઇ શકે છે. ભલે ડેલ્ટા વેરિયન્ટથી ઓમિક્રોનની ફેલાવવાની ક્ષમતા પાંચ ગણી વધુ હોય પરંતુ ઓમિક્રોન સંક્રમિતોના દર્દીઓમાં અત્યાર સુધી ખૂબ જ માઇલ્ડ લક્ષણો જોવા મળી રહ્યાં છે અને દર્દીને હોસ્પિટલમાં એડમિટ થવાની પણ જરૂર નથી પડતી. આ મુદ્દે કેન્દ્રીય મંત્રાલયે અનેક એક્સ્પર્ટ સાથે આ મુદ્દે કેટલીક વાતચીત કરી હતી. નવા વેરિયન્ટની બીમારી કરવાની ક્ષમતા ઓછી હોવાથી તેની અંતની આ શરૂઆત પણ હોઇ શકે છે. આ વાતનો એકસ્પર્ટે સ્વીકાર કર્યો છે.
ડેલ્ટાની તુલનામાં ઓછો ખતરનાક
આઇસીએમઆરના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવ કોઇ નિષ્ક્રર્ષ પર પહોંચે તે પહેલા તેઓ હજુ એક મહિનાની રાહ જોવાની વાત કરી રહ્યાં છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓમિક્રોન ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે.પરંતુ અત્યાર સુધીના ડેલ્ટા કહે છે કે ઓમિક્રોનથી સરળતાથી સંક્રમિત તો વ્યક્તિ થઇ જશે પરંતુ તે તેને ગંભીર રીતે બીમાર નથી કરી શકતો. તેમણે જણાવ્યું કે, મહામારીનો અંત આવી જ રીતે થતો હોય છે. જો કે એક્સ્પર્ટના મત મુજબ એક વખત વાયરસ પેદા થઇ જાય તો ખતમ નથી થતો પરંતુ જ્યારે તેની ઝપેટમાં આવેલા લોકો બીમાર નથી પડતાં તો તે વાયરસથી પેદા થયેલી મહામારીનો અંત માનવામાં આવે છે. એકસ્પર્ટનું માનવું છે કે, ઓમિક્રોનથી પણ ઝડપથી ફેલાતા હજું અનેક કોરોના વેરિયન્ટ આવી શકે છે પરંતુ તેનાથી લોકો બીમાર નહીં પડે. ચિંતા કરવાની જરૂર નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)