દેશના આ રાજ્યમાં Omicron વિસ્ફોટ, એક જ દિવસમાં નોંધાયા 31 નવા કેસ
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને ટેન્શન વધાર્યું છે. અહી એક જ દિવસમાં નવા 31 કેસ નોંધાયા છે.
મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને ટેન્શન વધાર્યું છે. અહી એક જ દિવસમાં નવા 31 કેસ નોંધાયા છે. આ અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ છે. 31 નવા કેસમાં મુંબઇમાં 27, ઠાણેમાં બે, પૂણે ગ્રામ્યમાં એક અને અકોલામાં એક કેસ નોંધાયો છે. આ રીતે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 141 થઇ ગઇ છે. જ્યારે મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 922 કેસ નોંધાયા છે અને બે દર્દીઓના મોત થયા છે.
આ અગાઉ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા બીએમસી કમિશનરે નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દીધા છે. ખુલ્લી અથવા બંધ જગ્યા પર લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશ આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ થઇ જશે. આ અગાઉ મહારાષ્ટ્ર સરકાર તરફથી ગાઇડલાઇનમાં તમામ સાર્વજનિક સ્થળો પર રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પાંચથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તે સિવાય જિમ, સ્પા, હોટલ, થિયેટર, અને સિનેમા હોલ માટે 50 ટકાની ક્ષમતા સાથે ખુલી શકશે.
સરકારે આદેશમાં કહ્યું કે સામાજિક, રાજકીય, ધાર્મિક આયોજનોમાં લોકોની સંખ્યા 100થી વધુ હોવી જોઇએ નહીં. જ્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ દરમિયાન ક્ષમતાથી ફક્ત 25 ટકા લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે.
ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?
નવા વર્ષની શરૂઆતમાં આ નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી સુધીમાં બનશે નિયમ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?
BJPના અલ્પેશ ઠાકોરની પદયાત્રાામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનાં લાગ્યાં બેનર ? ભાજપના નેતાઓ વચ્ચે કોંગ્રેસના બેનરથી તર્કવિતર્ક...