શોધખોળ કરો

Omicron Variant: આફ્રિકાથી પાડોશી રાજ્યમાં આવેલી યુવતી ગુમ થઈ જતાં તંત્ર થયું દોડતું

કોરોનાના નવા વેરિયેન્ટને લઈને ચિંતા વચ્ચે મધ્યપ્રદેશના જબલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. આફ્રીક દેશ બોત્સવાનાથી જબલપુર આવેલી યુવતી ગુમ થઈ ગઈ છે. હવે પ્રશાસન યુવતીની શોધમાં લાગ્યું છે.

ભોપાલઃ દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ આ વેરિયન્ટને લઈને ફફડાટ વ્યાપેલો છે, ત્યારે વિદેશથી આવેલા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ બધાની વચ્ચેચ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવા વેરિયન્ટના મૂળ આફ્રિકાના એક દેશથી આવેલી યુવતી ગુમ થઈ જતાં તંત્ર દોડતું થઈ ગયું છે. 

કોરોનાના નવા વેરિયેન્ટને લઈને ચિંતા વચ્ચે મધ્યપ્રદેશના જબલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. આફ્રીક દેશ બોત્સવાનાથી જબલપુર આવેલી યુવતી ગુમ થઈ ગઈ છે. હવે સ્વાસ્થ્ય વિભાગ અને પ્રશાસન યુવતીની શોધમાં લાગ્યું છે. 35 વર્ષીય યુવતી 18મી નવેમ્બરે પહેલા દિલ્લી અને પછી દિલ્લથી જબલપુર આવી હતી. 

Omicron Variant Guidelines:  કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.  આ નવી ગાઈડલાઈનમાં જણાવામાં  આવ્યું છે કે ભારત આવનારા પ્રવાસીઓએ છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે માહિતી આપવી પડશે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે મુસાફરી પહેલા, મુસાફરોએ તેમના નેગેટિવ RT-PCR રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.

આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, 'જોખમ ધરાવતા દેશો'ના પ્રવાસીઓએ આગમન પછી કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને એરપોર્ટ પર પરિણામોની રાહ જોવી પડશે.  જો ટેસ્ટ નેગેટિવ આવશે તો તેઓ 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન કરશે. 8મા દિવસે ફરીથી પરીક્ષણ કરશે. 

એઈમ્સના નિર્દેશક ડૉ ગુલેરિયાએ  નવા ઓમિક્રોન વેરિઅન્ટ વિશે જણાવ્યું

ડૉ. રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ કહ્યું છે કે કોરોનાવાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron Variant)ના સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં 30 થી વધુ ફેરફારો જોવા મળ્યા છે,  જેના કારણ તે વેક્સીનને પણ ચકમો આપી શકે છે. જે તેને રોગપ્રતિકારક શક્તિને ટાળવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે. અને તેથી તેની સામે રસીની અસરકારકતા માટે ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂર છે. સ્પાઇક પ્રોટીનની હાજરી પોષક કોશિકામાં વાયરસના પ્રવેશને સરળ બનાવે છે અને તેને ફેલાવવા અને ચેપ ફેલાવવા માટે જવાબદાર છે.

એઈમ્સના નિર્દેશક ડૉ ગુલેરિયાએ જણાવ્યું કે  “કોરોના વાયરસના નવા વેરિઅન્ટમાં સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં કથિત રીતે 30થી વધુ ફેરફારો થયા છે અને એટલે જ તેના પ્રતિરક્ષા તંત્રથી બચવાની ક્ષમતા વિકસિત કરવાની સંભાવના છે. મોટાભાગની વેક્સિન સ્પાઈક પ્રોટીનની વિરુદ્ધ એન્ટીબોડી બનાવી કામ કરે છે, એટલે સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં આટલા બધા પરિવર્તનથી કોવિડ19 રસીની પ્રભાવશીલતા ઓછી થઈ શકે છે.”

તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં ભારતમાં વપરાતી રસીઓ સહિત અન્ય રસીઓની અસરકારકતાનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાની જરૂર છે.  અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયા કોરોના વાયરસના નવા પ્રકાર B.1.1.1.529 પર નજીકથી દેખરેખ રાખી રહ્યું છે અને દેશમાં તેની ઉપસ્થિતિ હજુ સુધી નિશ્ચિત કરવામાં આવી નથી. ડૉ. ગુલેરિયાએ ખૂબ જ સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને તે પ્રદેશમાં જ્યાં કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે તે બંને માટે આક્રમક દેખરેખ રાખવાની જરૂર હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget