શોધખોળ કરો
Corona Update: દેશમાં સતત ચોથા દિવસે 18 હજારથી વધારે નોંધાયા કેસ, મૃત્યુઆંક 17 હજાર નજીક
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે.

નવી દિલ્હીઃ અનલોક-1નો આજે અંતિમ દિવસ છે. દેશમાં અનલોક-1ની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા ચાર દિવસથી 18 હજારથી વધારે કોરોના વાયરસના મામલા નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,522 નવા કેસ નોંધાયા છે અને 418 લોકોના મોત થયા છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5,66,840 પર પહોંચી છે અને 16,893 લોકોના મોત થયા છે. 3,34,822 લોકો સાજા થઈ ગયા છે 2,15,125 એક્ટિવ કેસ છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી વધારે દેશોમાં ભારત ચોથા સ્થાન પર છે. અમેરિકા 26,37,039 મામલા સાથે ટોપ પર છે. જે બાદ બ્રાઝીલ 13,45,254 મામલા સાથે બીજા અને રશિયા 6,34,437 મામલા સાથે ત્રીજા નંબર પર છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં નોંધાયા છે.
વધુ વાંચો





















