તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી કરતા 40 ટકા ભારતીયો છેતરાયા, જાણો શું થયો મોટો ખુલાસો
હાલમાં જ એક સર્વેમાં સામેલ લગભગ 40 ટકા ભારતીયો તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
Online Fraud in Festive Season: હાલમાં જ એક સર્વેમાં સામેલ લગભગ 40 ટકા ભારતીયો તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. સાયબર સલામતીમાં વૈશ્વિક અગ્રણી નોર્ટન વતી ધ હેરિસ પોલ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. તહેવારોની સિઝન દરમિયાન સાયબર સુરક્ષા અને ઓનલાઈન ખરીદીના વલણને વિષ્લેષણ કરતાં ભારતીય તારણો આ સર્વે દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
તારણો અનુસાર, સર્વે કરાયેલા બે તૃતીયાંશ ભારતીય પુખ્ત વયના લોકો તેમની અંગત વિગતો સાથે ચેડાં (78 ટકા), થર્ડ પાર્ટી રિટેલર (77 ટકા) દ્વારા છેતરપિંડી કરવી, ભેટ તરીકે નવીનીકૃત ઉપકરણ ખરીદવા અથવા પ્રાપ્ત કરવા અંગે ચિંતિત હતા અને તેમને ભેટ તરીકે મળેલા ડિવાઝ હેક કરવામાં આવેલાં હતાં.
ઓનલાઈન ખરીદી કરનારાઓની સંખ્યામાં વધારો થયો
રિતેશ ચોપરા જે, નોર્ટન લાઈફલોક ખાતે ભારત અને સાર્ક દેશોના નોર્ટન ડિરેક્ટર છે તેમણે જણાવ્યું હતું કે, "તાજેતરમાં, ઓનલાઈન ખરીદી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે, અને તેની સાથે ઓનલાઈન શોપિંગ કૌભાંડો, ગિફ્ટ કાર્ડ ફ્રોડ, પોસ્ટલ ડિલિવરી છેતરપિંડીઓમાં વધારો થયો છે," સર્વેક્ષણમાં સામેલ લગભગ 78 ટકા ભારતીય પુખ્ત વયના લોકો સંમત થાય છે કે તેમના કનેક્ટેડ ડિવાઈસ દ્વારા ઓનલાઈન સમય પસાર કરવાથી તેઓ તહેવારોની સિઝનમાં વધુ કનેક્ટેડ અનુભવવામાં મદદ કરે છે અને 74 ટકા લોકો કહે છે કે તેનાથી તેમની માનસિક સુખાકારીમાં મદદ મળે છે.
લોકો ઓનલાઈન શોપિંગથી છેતરાયા
આ સર્વેથી જાણવા મળ્યું કે, 65 ટકા ભારતીય પુખ્ત વયના લોકો એવું માને છે, જો તેઓ તહેવારોની સિઝન દરમિયાન તેમના કનેક્ટેડ ઉપકરણોને એક્સેસ નહીં કરી શકે તો તેમની માનસિક સુખાકારીને નુકસાન થશે, રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. "અમારો નોર્ટન રિપોર્ટ એ પણ સૂચવે છે કે ઓનલાઈન શોપિંગ કરતી વખતે ઘણા ભારતીય પુખ્ત વયના લોકો સાથે છેતરપિંડી થઈ છે, સર્વેમાં સામેલ લોકોનું સરેરાશ નુકસાન રૂ. 6,216 છે."
આ પણ વાંચો....