શોધખોળ કરો
Advertisement
પાણી બચાવવાનો અનોખો નુસ્ખો, આ રાજ્યમાં હવે નેતાઓને પીવા માટે મળશે માત્ર અડધો ગ્લાસ પાણી
ઘણીવાર ભરેલા ગ્લાસનો ઉપયોગ નથી કરાતો જેના કારણે પાણીનો બગાડ થાય છે. જોકે આવશ્યકતા પ્રમાણે પાણી મળી રહેશે
લખનઉઃ દેશભરમાં હાલ પાણીનું સંકટ તોળાઇ રહ્યુ છે, મોટાભાગના રાજ્યો અને પ્રદેશોમાં પાણી વિના લોકો ટળવણી રહ્યાં છે. લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યાં છે. હવે સરકારે પણ કેન્દ્રમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે જલશક્તિ મંત્રાલય બનાવ્યુ છે. ત્યારે યુપીની યોગી સરકારે ખાસ નુસ્ખો અપનાવ્યો છે. અહીં નેતાઓને મળતા પાણીમાં કાપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યોગી સરકાર અનુસાર, ઉત્તર પ્રદેશ વિધાનસભામાં હવે ધારાસભ્યોને પીવાનું પાણી માત્ર અડધો ગ્લાસ જ મળશે. જોકે વધુ પીવુ હોય તો ફરીથી માંગી શકાશે. આના પાછળનો તર્ક પાણી બચાવવાનો છે.
પ્રમુખ સચીવ પ્રદીપ દુબેએ એક આદેશ જાહેર કરતાં કહ્યું છે કે, "પાણી બચાવવાના ઉદ્દેશથી માનનીય અધ્યક્ષ, વિધાનસભા દ્વારા આ નિર્દેશ આપવામાં આવ્યો છે કે વિધાનસભા શરૂ થાય ત્યારે શરૂઆતમાં ધારાસભ્યોને માત્ર અડધો ગ્લાસ જ પાણી આપવામાં આવશે, ઘણીવાર એ ધ્યાને આવ્યુ છે કે ભરેલા ગ્લાસનો ઉપયોગ નથી કરાતો જેના કારણે પાણીનો બગાડ થાય છે. જોકે આવશ્યકતા પ્રમાણે પાણી મળી રહેશે."
#यूपी विधानसभा में विधायकों को अब पीने के लिए आधा ग्लास पानी ही मिलेगा. दुबारा माँगने पर ही उन्हें पानी मिलेगा. तर्क ये कि ऐसा करने से पानी बचेगा. pic.twitter.com/FYp4zKDWxe
— Pankaj Jha (@pankajjha_) July 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement