ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન હાઈ કમીશનમાં તૈનાત અધિકારીને તાત્કાલિક દેશ છોડવા આદેશ
ભારતે મંગળવારે (13 મે, 2025) પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા એક પાકિસ્તાની અધિકારીને તેમના સત્તાવાર પદ અનુસાર કાર્ય ન કરવા બદલ હાંકી કાઢ્યા.

Operation Sindoor: ભારતે મંગળવારે (13 મે, 2025) પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા એક પાકિસ્તાની અધિકારીને તેમના સત્તાવાર પદ અનુસાર કાર્ય ન કરવા બદલ હાંકી કાઢ્યા. વિદેશ મંત્રાલયે કહ્યું કે અધિકારીને ભારત છોડવા માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે ચાર દિવસના સૈન્ય ટકરાવ બાદ યુદ્ધવિરામ વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે. ભારતે અધિકારીની ગતિવિધિઓ અંગે નવી દિલ્હીમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને એક આપત્તિપત્ર પણ જારી કર્યું હતું.
ભારતમાં રહેવા લાયક નથી પાકિસ્તાની અધિકારી
ભારતે પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા પાકિસ્તાની અધિકારીને persona non grata જાહેર કર્યા છે, એટલે કે સરકાર તેમને ભારતમાં રહેવા માટે યોગ્ય માનતી નથી. ભારત સરકારે આ સંદર્ભમાં પાકિસ્તાન હાઈ કમિશનના Charged Affaires ને એક Demarche જારી કર્યું છે. Demarche નો અર્થ એ છે કે સરકારે આ બાબતે પાકિસ્તાન સમક્ષ ઔપચારિક રીતે વિરોધ નોંધાવ્યો છે.
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં તબાહી મચાવી
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી છાવણીનો નાશ કર્યો અને પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય સેનાઓએ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ અને તેમના ટ્રેનિંગ સેન્ટરોપર સચોટ હુમલા કર્યા. પાકિસ્તાની વાયુસેનાના તે એરબેઝને નુકસાન પહોંચાડ્યું, જેના પર પાકિસ્તાનને ખૂબ ગર્વ હતો.
આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલા કરશે ભારત: પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સોમવાર (12 મે, 2025)એ રાષ્ટ્રને સંબોધનમાં પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પરમાણુ બ્લેકમેલની આડમાં ચાલી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ અને નિર્ણાયક હુમલો કરશે. ભારતના ત્રણેય સેનાઓ, આપણી વાયુસેના, આપણી આર્મી અને આપણું નૌકાદળ, આપણી સરહદ સુરક્ષા દળ, ભારતના અર્ધલશ્કરી દળો સતત એલર્ટ પર છે.
પીએમ મોદીએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પછી, હવે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે ભારતની નીતિ છે. તેમણે કહ્યું, "ઓપરેશન સિંદૂરએ આતંકવાદ સામેની લડાઈમાં એક નવી લકીર ખેંચી છે, એક નવો માપદંડ, ન્યૂ નોર્મલ નક્કી કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે. અમે અમારી રીતે અને અમારી પોતાની શરતો પર જવાબ આપીશું. અમે દરેક જગ્યાએ કડક કાર્યવાહી કરીશું જ્યાંથી આતંકના મૂળ ઉભરી આવે છે. "





















