Opereation Sindoor Live: ઓપરેશન સિંદૂર બાદ ભારતનો મોટો નિર્ણય, 10 મે સુધી બંધ રહેશે નવ એરપોર્ટ
Operation Sindoor: ભારતીય સરહદ પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાનના સીઝ ફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

Background
Operation Sindoor: 'ઑપરેશન સિંદૂર'ને લઈને વધુ એક સમાચાર આવ્યા છે. સરહદ પર પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. પાકિસ્તાનની ગોળીબારીમાં ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા હતા. ભારતીય સરહદ પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાનના સીઝ ફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના નાગરિકોને નિશાન બનાવી રહી છે. સરહદના ગામો પર પાકિસ્તાની સેના ફાયરિંગ કરી રહી છે
Operation Sindoor Live: ઓપરેશન સિંદૂર પછી ભારતનો મોટો નિર્ણય, 10 મે સુધી નવ એરપોર્ટ બંધ રહેશે
ઓપરેશન સિંદૂર પછી ભારતે એક મોટો નિર્ણય લીધો છે. દેશના 9 એરપોર્ટ 10 મે સુધી બંધ રહેશે. આમાં શ્રીનગર, ચંડીગઢ, અમૃતસર અને લેહ એરપોર્ટનો સમાવેશ થાય છે.
Operation Sindoor Live: પીએમ મોદીનો વિદેશ પ્રવાસ રદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રોએશિયા, નોર્વે અને નેધરલેન્ડની મુલાકાત લેવાના હતા પરંતુ તેમની મુલાકાત હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી સતત બેઠકો કરી રહ્યા છે.





















