શોધખોળ કરો

'અંડર ટ્રાયલ કેદીઓને મુક્ત કરવા સાચા અર્થમાં આઝાદીનો અમૃત મહોત્સવ', Supreme Court એ કેન્દ્ર સરકારને આપી સલાહ

બેન્ચે કહ્યું કે આમ કરવાથી જેલો અને ટ્રાયલ કોર્ટ પર કામનો બોજ ઓછો થશે. આ માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે પરામર્શ કરીને યોજના તૈયાર કરવી જોઈએ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વર્ષોથી જેલમાં બંધ કેદીઓને મુક્ત કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશ આઝાદીનો 75મો અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav)  ઉજવી રહ્યો છે, આ અવસર પર આ કેદીઓને મુક્ત કરવા એ ઉજવણી કરવાનો યોગ્ય માર્ગ હશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવી યોજના બનાવવાની સલાહ આપી કે જેથી જેલમાં બંધ અન્ડરટ્રાયલ અને નાના ગુનેગારોને જલ્દીથી મુક્ત કરી શકાય.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની ખંડપીઠે વર્ષોથી જેલમાં રહેલા અંડરટ્રાયલ અને નાના ગુનેગારોની મુક્તિને સમર્થન આપતાં અવલોકન કર્યું હતું કે જો કોર્ટ 10 વર્ષમાં કેસનો નિર્ણય ન લઈ શકે તો કેદીઓને જામીન પર મુક્ત કરવા જોઈએ.  દેશની ન્યાયિક વ્યવસ્થા અંગે ખંડપીઠે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ કેસમાં 10 વર્ષ પછી છૂટી જાય છે તો તેને તેના જીવનના અમૂલ્ય દસ વર્ષ પાછા નથી મળતા જે તેણે જેલમાં વિતાવ્યા હતા.

જસ્ટિસ કૌલે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) કેએમ નટરાજને કહ્યું હતું કે સરકાર આઝાદીના 75 વર્ષની ઉજવણી 'આઝાદી કા અમૃત મહોત્સવ' તરીકે કરી રહી છે. આ અવસર પર જેલમાં રહેલા અંડરટ્રાયલ અને જે કેદીઓએ તેમની સજાનો મોટો હિસ્સો જેલમાં વિતાવ્યો હોય તેવા કેદીઓને મુક્ત કરવા માટે સરકારને માર્ગ શોધવાનો સાચા અર્થમાં ઉજવણીનો ઉપયોગ છે.

જેલ અને ટ્રાયલ કોર્ટનો બોજ

બેન્ચે કહ્યું કે આમ કરવાથી જેલો અને ટ્રાયલ કોર્ટ પર કામનો બોજ ઓછો થશે. આ માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે પરામર્શ કરીને યોજના તૈયાર કરવી જોઈએ. જે અંતર્ગત જેલમાં બંધ અંડરટ્રાયલ અને નાના ગુનેગારોને નિર્ધારિત સમય પછી જામીન પર મુક્ત કરી શકાય છે.

ખંડપીઠે તેની ટિપ્પણીમાં એમ પણ કહ્યું હતું કે તેનો અર્થ એ નથી કે ગુનો કરનાર ગુનેગારને સજા ન થવી જોઈએ, પરંતુ લાંબા સમય સુધી ટ્રાયલ ચલાવવી અને આરોપીને દોષિત સાબિત કર્યા વિના લાંબા સમય સુધી જેલમાં રાખવો એ ઉકેલ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સ્થિતિથી બચવા માટે પહેલીવાર નાના ગુનાના દોષિતોને સારા વર્તનના બોન્ડ પર મુક્ત કરી શકાય છે.

ખંડપીઠે કેન્દ્ર સરકારને આ મામલે 'આઉટ ઓફ બૉક્સ' વિચારવાનું નિવેદન કર્યું છે.  બેન્ચે કહ્યું કે, આ ચિંતાનો વિષય છે. તેથી સરકારે આવી ગંભીર બાબતોમાં અલગ રીતે વિચારવાની જરૂર છે. 10 વર્ષ પછી જો તે તમામ આરોપોમાંથી નિર્દોષ છૂટી જાવ તો તેને કોણ પાછું આપશે. જો અમે 10 વર્ષમાં કેસનો નિર્ણય ન લઈ શકીએ તો આદર્શ રીતે તેને જામીન આપવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતો વિશે આ વાત કહી

અદાલતે એ વાત પર પણ અફસોસ વ્યક્ત કર્યો કે નીચલી અદાલતો સમક્ષ સજાના શિક્ષાત્મક સિદ્ધાંતને પ્રાથમિકતા આપવામાં આવી છે. નીચલી અદાલતોમાં સજાના સુધારાવાદી સિદ્ધાંતને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યો છે. સજાનો એક હેતુ એ પણ છે કે આરોપીઓ સમાજમાં ફરી સંગઠિત થાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget