(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રકોપ, આ ત્રણ રાજ્યોમાં મળ્યા કેસ
તમને જણાવીએ કે, દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી ચાર પ્રકારના વેરિયન્ટ મળ્યા છે.
દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયો ત્યારથી કોઈને કોઈ નવા વેરિયન્ટનો ડર લોકોમાં છે. હાલમાં જ એક નવું વેરિયન્ટ સમે આવ્યું છે. જેનું નામ છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ.
દેશના ત્રણ રાજ્યોમાં મળ્યા છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ
તમને જણાવીએ કે કોરોના વાયરસ બાદ ડેલ્ટા વેરિયન્ટ અને ત્યાર બાદ હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પોતાનો હાહાકાર મચાવી રહ્યો છે. અહેવાલ અનુસાર, ખતરનાક વેરિયન્ટના મામલે ત્રણ રાજ્યો સામે આવ્યા છે જેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થઅય મંત્રીએ વ્યક્ત કરી ચિંતા
ડેલ્ટા પ્લસ વેરિયન્ટના વધતા કેસને જોતા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 21 કેસ સામે આવ્યા છે. તેમાંથી નવ જલગાંવથી, સાત મુંબઈથી અને એક એક સિંદુદુર્ગ, ઠાણે અને પાલગઢ જિલ્લામાંથી છે.
કેરળમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ
મહારાષ્ટ્રની સાથે સાથે કેરળમાં પણ આ ખતરનાક વેરિયન્ટના નમૂના મળ્યા છે. કેરળ સરકારના અધિકારીઓએ સોમવારે કહ્યું કે, પલકક્ડ અને પઠાનમઠ જિલ્લામાં આ વેરિયન્ટના નમૂના સામે આવ્યા છે. આ દરમિયાન અધિકારીઓએ કહ્યું કે, જે વિસ્તારમાં આ વેરિયન્ટ મળ્યા છે. ત્યાં તેના પ્રસારને રોકવા માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કેરળ સરકારના અધિકારીઓએ કહ્યું કે, પલક્કડમાં બે લોકો આ વેરિયન્ટથી સંક્રમિત હોવાની જાણકારી મળી છે જ્યારે પઠાનમથિટ્ટામાં એક કેસ સામે આવ્યો છે જે ચાર વર્ષનું બાળક છે.
એમીમાં પણ મળ્યા નવા વેરિયન્ટના નમૂના
જાણકારી અનુસાર દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ મધ્ય પ્રદેશમાંથી જ સામે આવ્યો હતો. જ્યારે રાજ્યની રાજધાની ભોપાલમાં એક 65 વર્ષની મહિલા આ વેરિયન્ટથી સંક્રમિત થઈ હતી. અહેવાલ અનુસાર જે મહિલાની અંદર આ વેરિયન્ટના લક્ષણ મળી આવ્યા છે તે પહેલા કોરોનાથી સંક્રમિત થઈ ગઈ હતી. અને ઠીક પણ થઈ હતી. તેણે રસીના બે ડોઝ પણ લીધા હતા. પરંતુ ત્યાર બાદ હવે એ મહિલાના નમૂના લેવામાં આવ્યા. ત્યારે એ મહિલામાં આ વેરિયન્ટના લક્ષણ જોવા મળ્યા.
રાજ્યના સ્વાસ્થઅય મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે, રાજ્યમાં એક અન્ય મહિલામાં પણ અલગ પ્રકારના વેરિયન્ટના લક્ષણ મળી આવ્યા છે. પરંતુ એ મહિલાએ પોતાની જાણકારી આપવાની ના પાડી દીધી છે.
દેશમાં અત્યાર સુધી ચાર વેરિયન્ટ જોવા મળ્યા છે
તમને જણાવીએ કે, દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી ચાર પ્રકારના વેરિયન્ટ મળ્યા છે. જેમાં આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા ઝડપથી પ્રસરી રહ્યા છે. જેમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટને સૌથી ખતરનાક ગણવામાં આવે છે. ખુદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ ચાર વેરિયન્ટ વિશે જાણકારી આપી ચૂક્યા છે. કોરોના વાયરસની બીજી લહેરમાં આ ડેલ્ટા વેરિયન્ટને જ કહેર વર્તાવ્યો છે.