કોરોના વેક્સીને બચાવ્યો 42 લાખથી વધુ ભારતીયનો જીવ, Lancet studyમાં કરાયો દાવો
મોડલિંગ સ્ટડી જણાવે છે કે કોવિડ રસીકરણને કારણે ભારતમાં લાખો લોકોનો જીવ બચ્યો છે
Corona outbreak: કોરોના સંકટમાં કોરોના રસીએ વિશ્વભરમાં લગભગ બે કરોડ સંભવિત મૃત્યુને અટકાવ્યા છે. લાન્સેટ સ્ટડી(Lancet study)માં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. લાન્સેટ સ્ટડીમાં ભારતમાં કોવિડ સંકટ વિશે પણ વાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની રસીએ અહીં લગભગ 42 લાખ લોકોનો જીવ બચાવ્યો છે. આ અભ્યાસ માટે ડિસેમ્બર 2020 થી ડિસેમ્બર 2021 સુધીનો ડેટા લેવામાં આવ્યો છે. આ પ્રારંભિક સમય હતો અને તે સમયે જ કોરોનાની રસી પ્રથમવાર મળવાની શરૂ થઇ હતી.
...તો 5 લાખથી વધુ લોકોના જીવ બચી શક્યા હોત
અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના લક્ષ્યાંકને પૂરો કરવામાં આવ્યો હોત તો વિશ્વભરમાં વધુ 5,99,300 લોકોના જીવ બચાવી શકાયા હોત. ઉલ્લેખનીય છે કે WHO એ લક્ષ્ય રાખ્યું હતું કે 2021ના અંત સુધીમાં વિશ્વના તમામ દેશોની 40 ટકા વસ્તીને કોવિડ રસીના એક કે બે ડોઝ આપવામાં આવે. જો કે, અનેક કારણોસર આ થઈ શક્યું નહીં.
આ અભ્યાસ લંડનની ઈમ્પીરીયલ કોલેજ દ્વારા કરવામાં આવ્યો છે. તેના પ્રોફેસર Oliver Watsonએ કહ્યું હતું કે મોડલિંગ સ્ટડી જણાવે છે કે કોવિડ રસીકરણને કારણે ભારતમાં લાખો લોકોનો જીવ બચ્યો છે. તેમણે કહ્યું કે રસીકરણની ખૂબ સારી અસર જોવા મળી છે. ખાસ કરીને ભારતમાં કારણ કે તે પહેલો દેશ હતો જ્યાં ડેલ્ટા વેરિઅન્ટે કહેર મચાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભારતમાં 196 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખ (5,24,941) થી વધુ લોકોના મોત થયા છે. અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું હતું કે બદલાતા સમય અને બદલાતા પ્રદેશ (દેશ) અનુસાર રસીની અસર અલગ-અલગ રીતે જોવા મળી છે.
જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ