શોધખોળ કરો

ભારતીયોને સૌથી પહેલાં કોરોનાની કઈ રસી મળી જશે ? ક્યાં સુધીમાં આ રસી આવી જશે ભારતમાં ?

ભારતમાં બનેલ Covaxin અને Zycov-D હાલમાં ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલમાં છે. દેશમાં કોરોનાની રસીનું સૌથી મોટું ટ્રાયલ SII કરી રહ્યું છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસની રસી મેળવવા માટે ભારત સરાકરે તૈયારી પૂરી કરી લીધી છે. નજર છે ઓક્સફોર્ડ યૂનિવર્સિટી-એસ્ટ્રાજેનેકાની રસી ‘કોવિસીલ્ડ’ પર. ભારતીયો માટે 2020ના અંત સુધીમાં આ રસી ઉપલબ્ધ થઈ શકે છે. ભારત સરકાર દેશમાં ડેવલપ કરવામાં આવી રહેલ કોરોની સી પર પણ નજર રાખી રહ્યું છે. સરકારને લાગે છે કે આ રસી પણ ઓક્સફોર્ડ રસીના થોડા દિવસ ટ્રાલયલમાં ક્લિયર થયા બાદ માર્કેટમાં ઉતારી શકાય છે. પરંતુ રેસમાં સૌથી આગળ ઓક્સફોર્ડની રસી છે. પુણેની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(SII) આ રસીનાં પ્રોડક્શનમાં એસ્ટ્રાજેનેકાની પાર્ટનર છે. ભારતમાં જે ત્રણ વેક્સીનું ટ્રાયલ ચાલી રહ્યું છે, તેમાં સૌથી આગળ ઓક્સફોર્ડની રસી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, SIIએ ઓક્સફોર્ડ રસીના ફેઝ 2 અને 3 ટ્રાયલ શરૂ કર્યા છે. દેશના 17 શહેરોમાં 18 વર્ષા વધુ ઉંમરના અંદાજે 1600 લોકો પર રસીનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. એક સૂત્રને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જો રસીને મંજૂરી મળે છે અને તે ભારતમાં જ બની રહી છે તો તેનો ઉપયોગ તર્કસંગત હશે. ભારતમાં બનેલ Covaxin અને Zycov-D હાલમાં ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલમાં છે. દેશમાં કોરોનાની રસીનું સૌથી મોટું ટ્રાયલ SII કરી રહ્યું છે. જ્યારે બાકીની બે રસીનું એક હજારથી લઈને 1100 લોકો પર ટ્રાયલ થઈ રહ્યું છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની રસીનું ફેઝ 1 અને 2 ટ્રાયલ યૂકેમાં પૂરી થઈ ગયું છે. રસીના શરૂઆતના પરિણામ પોઝિટિવ રહ્યા છે. રસીના ડોઝ દીધાના 28 દિવસની અંદર એન્ટીબોડી રિસ્પોન્સ ડેવલપ થાય છે. બીજો બૂસ્ટર ડોઝ આપવા પર એન્ટીબોડી રિસ્પોન્સમાં વધારો થાય છે. ભારતમાં ઉપયોગમાં લેવાયેલ વિદેશી રસીમાં ઓક્સફોર્ડની રસી રેસમાં સૌતી આગળ છે કારણ કે તેમાં એક ભારતીય કંપની પાર્ટનર છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ માત્ર વેક્સીન જ નહીં બનાવે, પણ સાથે સાથે ડિસ્ટ્રીબ્યૂશનમાં પણ તેની મહત્ત્વની ભૂમિકા હશે. ઉપરાંત બિલ એન્ડ મિલિન્ડા ફાઉન્ડેશન અને GAVIએ પણ આ રસીને ફન્ડિંગ આપવાની જાહેરાત કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget