શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
INX મીડિયા કેસઃ 2 સપ્ટેમ્બર સુધી સીબીઆઇ કસ્ટડીમાં રહેશે ચિદંબરમ
જજે કહ્યુ કે, તમે (સીબીઆઇ)પ્રથમ દિવસથી 15 દિવસની કેમ માંગી નહોતી. તમે ચિદંબરમની રોજ કેટલા સમય સુધી પૂછપરછ કરો છો.
નવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી.ચિદંબરમને રાઉજ એવેન્યૂ કોર્ટમા રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સીબીઆઇએ પાંચ દિવસની કસ્ટડીની માંગ કરી હતી. જેના પર જજ ભડકી ઉઠ્યા હતા. જજે કહ્યુ કે, તમે (સીબીઆઇ)પ્રથમ દિવસથી 15 દિવસની કેમ માંગી નહોતી. તમે ચિદંબરમની રોજ કેટલા સમય સુધી પૂછપરછ કરો છો.
કોર્ટના સવાલ પર સીબીઆઇએ કહ્યું કે, અમે દરરોજ આઠથી 10 કલાક સુધી પૂછપરછ કરીએ છીએ. જેના પર જજે કહ્યું કે, તમે 10 કલાક પૂછપરછ કરો છો અને મને ફક્ત આટલા ઓછા પેપર આપી રહ્યા છો. રાઉજ એવેન્યૂ કોર્ટે ચિદંબરમની કસ્ટડી 2 સપ્ટેમ્બર સુધી સીબીઆઇને આપી હતી.
સીબીઆઇએ કોર્ટમાં કહ્યું કે, બીજી વખત રિમાન્ડનો સમયગાળો વધવાથી અનેક બાબતો સામે આવી શકે છે. કસ્ટડી દરમિયાન ચિદંબરમને અનેક મામલામાં પૂછપરછ થઇ શકે છે. આ મામલાની વિસ્તૃત તપાસ માટે સીબીઆઇ તમામ પ્રયત્નો કરી રહી છે પરંતુ કસ્ટડી મળતા અનેક મામલાની જાણકારી મળી શકે છે.Congress leader P Chidambaram waves while being taken to CBI Headquarters. Special CBI court has extended his CBI remand till 2nd September in connection with INX media case. pic.twitter.com/TXlbEcGauw
— ANI (@ANI) August 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion