પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, LoC પર પાંચમા દિવસે કર્યું ફાયરિંગ
ભારતીય સૈનિકોએ વળતો જવાબ આપ્યા બાદ પાકિસ્તાની સેનાએ ગોળીબાર બંધ કર્યો હતો

પાકિસ્તાની સેનાએ ફરી એકવાર ગોળીબાર કર્યો છે. 28-29 એપ્રિલની રાત્રે પાકિસ્તાની સૈનિકોએ કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓ તેમજ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ ઉશ્કેરણીનો યોગ્ય અને અસરકારક રીતે જવાબ આપ્યો હતો.
During the night of 28-29 April 2025, the Pakistan Army resorted to unprovoked small arms firing across the Line of Control in areas opposite Kupwara and Baramulla districts, as well as the Akhnoor sector. The Indian Army responded in a measured and effective manner to the… pic.twitter.com/sziHqfHVWQ
— ANI (@ANI) April 29, 2025
આ અગાઉ પાકિસ્તાની સેનાએ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર સરહદ પારથી કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કરી દીધો હતો. ભારતીય સૈનિકોએ વળતો જવાબ આપ્યા બાદ પાકિસ્તાની સેનાએ ગોળીબાર બંધ કર્યો હતો
સૈન્ય અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, રવિવારે મધ્યરાત્રિએ પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાની સેનાની ચોકીઓએ ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવી હથિયારોથી ફાયરિંગ શરૂ કર્યું હતું. ભારતીય સેનાએ પણ પાકિસ્તાની સેનાના નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપ્યો હતો. ગોળીબારમાં કોઈ નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
જંગલમાં સર્ચ ઓપરેશન
દરમિયાન સોમવારે પણ સેનાના જવાનોએ નિયંત્રણ રેખા (LoC) પાસેના જંગલોમાં શોધખોળ કામગીરી ચાલુ રાખી હતી. પહલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. આ સાથે તમામ પાકિસ્તાની નાગરિકોના ભારતીય વિઝા રદ થયા બાદ પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. ગુરુવારે પણ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારે દિવસ દરમિયાન કોઈ ગોળીબાર થયો ન હતો. સેનાને ડર છે કે પાકિસ્તાની સૈનિકો ગોળીબારની આડમાં આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવામાં મદદ કરી શકે છે. સરહદી વિસ્તારોના ગામડાઓમાં આતંકનો માહોલ છે.
ગામડાઓમાં ભયનો માહોલ
નિયંત્રણ રેખા (LoC) પર વધતા તણાવ વચ્ચે સરહદી વિસ્તારોના ગામડાઓમાં ડરનો માહોલ છે. ભારતીય સેનાની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ ફાયરિંગ રોક્યું હતું. પરંતુ આખો દિવસ વિસ્તારમાં ભયનો માહોલ રહ્યો હતો. લોકો પોતાના ઘરોમાં કેદ રહ્યા અને શાળાઓમાં બાળકોની સંખ્યા પણ ઓછી હતી.





















