શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: પાકિસ્તાને ફરી તોડ્યું સીઝફાયર, ભારતીય જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ, એક જવાન શહીદ
ભારતીય સેના અનુસાર શનિવારે સાંજે પાકિસ્તાને પુંછ સેક્ટરના ચિરિકોટ વિસ્તારમાં નાના હથિયારો વડે ફાયરિંગ કર્યું હતું. જેનો ભારતની સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.
જમ્મુ: કાશ્મીરના પુંછ સેક્ટરમાં શનિવારે સાંજે પાકિસ્તાને ફરી એકવાર રહેણાંક વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવી હતી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. જ્યારે અન્ય બે ઘાયલ થઈ ગયા છે.
ભારતીય સેના અનુસાર શનિવારે સાંજે પાકિસ્તાને પુંછ સેક્ટરના ચિરિકોટ વિસ્તારમાં નાના હથિયારો વડે ફાયરિંગ કર્યું હતું. જેનો ભારતની સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.
ચિરિકોટ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે, પાકિસ્તાન હાલ ત્યાં રહેણાંક વિસ્તારોમાં ફાયરિંગ કરતું રહે છે. સ્થાનીય લોકોનો દાવો છે કે, ભારત ક્યારેય ગોળીબારની શરૂઆત નથી કરતું, પરંતુ જ્યારે પણ પાકિસ્તાન આવી હરકત કરે છે ત્યારે સેના તેનો જડબાતોડ જવાબ આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આરોગ્ય
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion