India Pakistan Attack :જમ્મુ,જેસલમેર, જાલંધર પર PAKનો હુમલો, જાણો સીમાવર્તી શહેરોમાં શું છે સ્થિતિ
India Pakistan Attack :ભારતીય સુરક્ષા દળોએ સમયસર ભારતના ઘણા સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે.

India Pakistan Attack :પાકિસ્તાને માત્ર આકાશમાંથી જમ્મુ-કાશ્મીર પર જ હુમલો કરવાનો પ્રયાસ કર્યો જ નહીં, પરંતુ નિયંત્રણ રેખાને અડીને આવેલા ગામડાઓમાં પણ ગોળીબાર શરૂ કરી દીધો. પૂંછમાં ઘણા ઘરોને નુકસાન થયું. દરમિયાન, આજે સવારે જમ્મુના સતવારીમાં આકાશમાં થોડી હિલચાલ જોવા મળી. ભારતીય સેનાએ ફ્લાઇંગ ઓબ્જેક્ટ પર ગોળીબાર કર્યો.
ભારતીય સુરક્ષા દળોએ સમયસર ભારતના ઘણા સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાન પાસે... ગુરુવારે સાંજે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર, જેસલમેર, પોખરણ, જલંધર અને ભૂજ જેવા વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતે જડબાતોડ જવાબ આપતા તે નિષ્ફળ ગયો.
ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ તમામ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા.એટલું જ નહીં, ભારતે કડક કાર્યવાહી કરીને પાકિસ્તાનના ત્રણ ફાઇટર જેટ તોડી પાડ્યા છે.
જમ્મુ-કાશ્મીર પર મિસાઇલ અને ડ્રોનથી કરાયો હુમલો
#WATCH | Jammu & Kashmir | Residents of a border village along the LoC suffer as their shops get damaged in shelling by Pakistan pic.twitter.com/ibXd6Bh9OT
— ANI (@ANI) May 9, 2025
પાકિસ્તાને માત્ર આકાશમાંથી જમ્મુ અને કાશ્મીર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ નિયંત્રણ રેખા નજીકના ગામડાઓ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. , અખનૂર અને પૂંછમાં ઘણા ઘરો ઉડી ગયા છે દરમિયાન, આજે સવારે જમ્મુના સતવારીમાં આકાશમાં થોડી હિલચાલ જોવા મળી. ભારતીય સેનાએ ફ્લાઇંજ ઓબ્જેક્ટ તોડી પાડ્યા હતા.
માહિતી આપતાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોએ જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પર જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સૈનિકોને નિશાન બનાવ્યા હતા.
સુરક્ષા એજન્સીઓએ પુષ્ટિ કરી છે કે, પાકિસ્તાન તરફથી જમ્મુ એરપોર્ટ, સાંબા, આરએસ પુરા, અરનિયા અને પડોશી વિસ્તારો અને તમામ... પર અનેક મિસાઇલો છોડવામાં આવી હતી. અને તે બધાને S 400 સંરક્ષણ પ્રણાલી દ્વારા નષ્ટ કરવામાં આવી હતી. રાજૌરી અને પૂંછમાં નિયંત્રણ રેખા (LoC) પર મોટા વિસ્ફોટો સંભળાયા. જમ્મુ યુનિવર્સિટી પાસે સરહદ પારથી મોકલવામાં આવેલ પાકિસ્તાની ડ્રોનને જમ્મુ યુનિવર્સિટી નજીક તોડી પાડવામાં આવ્યું હતું. ઉધમપુર અને પઠાણકોટમાં આર્મી કેમ્પને પણ નિશાન બનાવવાની યોજનાને ભારતીય સેનાને નિષ્ફળ બનાવી છે..
પંજાબમાં શાળાઓ બંધ
પંજાબમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તમામ સરકારી, ખાનગી અને સહાયિત શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરી દીધી છે. નાગરિકોની સલામતી અને શાંતિ જાળવવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય.





















