શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્ર: મરાઠવાડામાં પાણીની સમસ્યાને લઈને એક દિવસની ભૂખ હડતાળ પર બેઠા પંકજા મુંડે
મરાઠવાડા વિસ્તારમાં પાણીની સમસ્યાને હલ કરવાની માંગને લઈને પૂર્વ મંત્રી પંકજા મુંડે આજે એક દિવસની ભૂખ હડતાળ પર બેઠા છે.
000000000000000મુંબઈ: મરાઠવાડા વિસ્તારમાં પાણીની સમસ્યાને હલ કરવાની માંગને લઈને પૂર્વ મંત્રી પંકજા મુંડે આજે એક દિવસની ભૂખ હડતાળ પર બેઠા છે. જિલ્લાધિકારી કાર્યાલયની સામે ભૂખ હડતાળમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ પણ સામેલ થયા હતા. આ દરમિયાન પંકજા મુંડેએ ફરિ એક વાર સ્પષ્ટ કર્યું કે તેઓ પાર્ટીથી નારાજ નથી અને કોઈપણ સંજોગોમાં તે ભાજપ નથી છોડી રહ્યા. પંકજાએ પોતાના સમર્થકોને અફવાઓ પર ધ્યાન ન આપવા કહ્યું હતું.
પંકજા મુંડેએ જણાવ્યું કે મરાઠવાડામાં પીવાના પાણીની સમસ્યા છે. આ સમસ્યાને દૂર કરવા માટે પહેલાની સરકારે મરાઠવાડા ગ્રિડ યોજના શરૂ કરી હતી. તેમનું આ આંદોલન માત્ર આ યોજનાને બચાવવા માટે છે. છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે કે સરકાર આ યોજનાને બંધ કરવા જઈ રહી છે.
પાર્ટીનાં ટોચનાં નેતા ઓરંગાબાદ ડિવિઝન કમિશનની બહાર વિરોધ સ્થળ પર તેમને મળવા પહોંચી રહ્યા છે. પૂર્વ મંત્રી પંકજા મુંડેના બહેન અને સાંસદ પ્રીતમ મુંડે પણ તેમની સાથે છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓમાં કેન્દ્રિય મંત્રી રાવસાહેબ દાનવે, વિધાન પરિષદમાં વિરોધ પક્ષનાં નેતા પ્રવીણ દરેકર અને પૂર્વ સ્પીકર હરિભાઊ બાગડે તેમને મળવા પહોંચ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion