Delhi : દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને મર્જ કરવા માટેનું બિલ સંસદમાં પસાર
MCD Bill : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) બિલ, 2022, દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનો ઉત્તર, દક્ષિણ અને પૂર્વનું એક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિલીનીકરણ માટે માર્ગ મોકળો કરે છે.
Delhi : રાજ્યસભામાં મંગળવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) બિલ, 2022ને ધ્વનિ મતથી પસાર થયું. આ બિલ દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનો - ઉત્તર, દક્ષિણ અને પૂર્વનું એક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિલીનીકરણ માટે માર્ગ મોકળો કરે છે.
રાજ્યસભામાં બિલ રજૂ કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી પર ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સાવકી મા જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે AAPના વર્તનને કારણે દિલ્હીના ત્રણ કોર્પોરેશન યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી અને હડતાળની સંખ્યામાં વધારો થયો છે. આપ દ્વારા સાવકી માતાના વર્તનને કારણે હડતાલની સંખ્યામાં વધારો થયો છે. તેમણે આરોપ લગાવ્યો.
આ સાથે જ તેમણે જણાવ્યું"દિલ્હી સરકારનું સાવકી માતા જેવું વર્તન ત્રણેય મ્યુનિસિપલ સંસ્થાઓના કાર્યક્ષમ કાર્યમાં અવરોધ ઊભું કરે છે...જો રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો નાગરિક સંસ્થાઓ સાથે સાવકી મા જેવું વર્તન કરશે, તો પંચાયતી રાજ કે શહેરી સ્થાનિક સંસ્થાઓ સફળ થશે નહીં."
Union Home Minister Amit Shah introduced the Delhi Municipal Corporation (Amendment) Bill, 2022 in the Rajya Sabha. The Bill seeks amendment to the Delhi Municipal Corporation Act, 1957. The Bill was passed by Lok Sabha on March 30. pic.twitter.com/dZFicF0137
— ANI (@ANI) April 5, 2022
રાજ્યસભામાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) બિલ, 2022 રજૂ કરતી વખતે ગૃહપ્રધાન શાહે કહ્યું, " દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની વિભાજન કરવામાં આવ્યું એના દસ વર્ષ વીતી ગયા છે. જ્યારે નાગરિક સંસ્થાનું વિભાજન કરવામાં આવ્યું હતું, ત્યારે ઉદ્દેશ્ય સારો હોવો જોઈએ, રહેવાસીઓને વધુ સારી સેવાઓ આપવાનો. પરંતુ આ પરિણામ આવ્યું નથી," તેમણે કહ્યું.
આ પાછળના કારણોની યાદી આપતા તેમણે કહ્યું, "ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપનાવવામાં આવેલી નીતિઓ અલગ-અલગ છે. એક જ શહેરમાં નીતિઓમાં એકરૂપતા નથી. આનું કારણ એ છે કે જ્યારે નાગરિક મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે તેમના આર્થિક સંસાધનો અને જવાબદારીઓ ન હતી."
ગૃહપ્રધાને કહ્યું કે તેઓ તેમના નિવેદનના સમર્થનમાં "નક્કર કારણો" અને સંખ્યાઓ રજૂ કરશે. વધુમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને તેમનો હક આપવા માટે રાજકીય વિચારણાઓથી ઉપર ઉઠવું જોઈએ.