શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
17મી લોકસભાનું પ્રથમ સત્ર 17 જૂનથી થશે શરૂ, 5 જુલાઈએ રજૂ થશે બજેટ
સંસદનું પ્રથમ સત્ર 17 જૂનથી શરૂ થશે જે 26 જુલાઈ સુધી ચાલશે. જ્યારે 20 જૂનથી બ. જેટ સત્રની શરૂઆત થશે અને 5 જુલાઈએ બજેટ રજૂ કરવામાં આવશે.
નવી દિલ્હી: શપથગ્રહણ અને મંત્રીમંડળની વહેંચણી બાદ મોદી સરકાર-2ની શુક્રવારે પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં પીએમ મોદીએ મોટા નિર્ણયો લેવાનું શરુ કરી દીધું છે. નવી સરકારે 17મી લોકસભાના પ્રથમ સંસદ સત્રની જાહેરાત કરી છે. સંસદનું પ્રથમ સત્ર 17 જૂનથી શરૂ થશે જે 26 જુલાઈ સુધી ચાલશે. જ્યારે 19 જૂને સ્પીકરની પસંદગી કરવામાં આવશે. ત્યાર બાદ 20 જૂનથી બજેટ સત્રની શરૂઆત થશે અને 5 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બજેટ સત્રને લઈને જણાવ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 20 જૂને સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે જેના બાદ આર્થિક સર્વે 4 જૂલાઈએ જાહેર કરવામાં આવશે.
મોદી સરકારની પ્રથમ કેબિનેટ કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. સરકારે શહીદોના બાળકો માટેની સ્કોલરશિપમા વધારો કર્યો છે. આ નિર્ણય હેઠળ યુવતીઓને સ્કોલરશિપની રકમ 2250 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા જ્યારે યુવકોને સ્કોલરશિપ 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા પ્રતિ મહિના કરવામાં આવી છે.
કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય કરતા પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિન યોજના હેઠળ હવે તમામ ખેડૂતોના વાર્ષિક 6000 રૂપિયા મળશે. તે સિવાય ખેડૂતો માટે પેન્શન યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. જે હેઠળ 15 કરોડ ખેડૂતોના પરિવારનોને ફાયદો મળશે.
બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ, સરકારે જાહેર કર્યા આંકડાઓ
મોદી કેબિનેટનો પ્રથમ નિર્ણય, શહીદોના બાળકોની સ્કોલરશિપમાં કર્યો વધારો
નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિકગાળામાં GDPને મોટો ઝટકો, ગ્રોથ રેટ 5.8 ટકા પર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion