કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
Parliamentary standing committee: કેન્દ્રની મોદી સરકારે 24 સંસદીય સમિતિઓની રચના કરી દીધી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે રામગોપાલ યાદવને આરોગ્ય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભાજપ સાંસદ રાધા મોહન સિંહને સંરક્ષણ બાબતોની સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપ નેતા રાધા મોહન દાસ અગ્રવાલને ગૃહ બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નાણાં બાબતોની સંસદીય સમિતિની કમાન ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબને મળી છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને મહિલા, શિક્ષણ, યુવા અને રમતગમત બાબતોની સંસદીય સમિતિની કમાન મળી છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેને સંચાર અને આઈટી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કંગના રનૌતને આ જ સમિતિની સભ્ય બનાવવામાં આવી છે. રામની ભૂમિકા ભજવી ચૂકેલા અરુણ ગોવિલને વિદેશ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. ભાજપ નેતા સી એમ રમેશને રેલવે બાબતોની સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે.