શોધખોળ કરો
ગુજરાતના કયા બે મોટા નેતાઓને મંત્રી બનવા માટે દિલ્હીથી આવ્યા ફોન, જાણો વિગતે
ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓને મંત્રી પદના શપથ માટેના દિલ્હીથી ફોન આવ્યા છે. આ બન્ને નેતાઓ મોદી મંત્રીમંડળ 1ના સભ્યો રહી ચૂક્યા છે, હવે તેમની આ બીજી ટર્મ હશે

અમદાવાદઃ રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સાંજે 7 વાગે પીએમ નરેન્દ્ર મોદી બીજીવાર દેશના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. ચર્ચા છે કે નરેન્દ્ર મોદીની સાથે 50થી વધુ મંત્રીઓ પણ શપથ લેશે. સુત્રો અનુસાર આ લિસ્ટમાં ગુજરાતના બે મોટા નેતાઓનો સમાવેશ છે અને તેમને મંત્રી પદના શપથ લેવડાવવા માટે કૉલ પણ આવ્યા છે.
સુત્રો અનુસાર, ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓ પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને મંત્રી પદના શપથ માટેના દિલ્હીથી ફોન આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બન્ને નેતાઓ મોદી મંત્રીમંડળ 1ના સભ્યો રહી ચૂક્યા છે, હવે તેમની આ બીજી ટર્મ હશે.
પરુષોત્તમ રૂપાલા ગુજરાત બીજેપીના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ છે. પહેલી ટર્મમાં રૂપાલાને રાજ્યકક્ષાનું પંચાયતી રાજ, ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રાલય મળ્યુ હતુ.
મનસુખ માંડવિયા પણ ગુજરાત બીજેપીના કદાવર નેતા અને રાજ્યસભાના સાંસદ છે, માંડવિયાને પણ મોદીના પહેલા મંત્રીમંડળમાં ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શિપીંગ, કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય મળ્યુ હતુ.
નોંધનીય છે કે, ગઇ સરકારમાં પીએમ મોદીના સાથે 46 મંત્રીઓએ શપથ લીધા હતા અને હવે તેમને કાર્યકાળ પુરો થયો છે, તેમની સરકારમાં 70 મંત્રીઓ સામેલ હતા.



વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
સુરત
Advertisement
