(Source: ECI/ABP News/ABP Majha)
Go First Air: હવે ગો ફસ્ટ એરની એર હોસ્ટેસ સાથે શારીરિક છેડછાડ, વિદેશી મુસાફરે કહ્યું કે...
વિદેશી મુસાફરોએ એર હોસ્ટેસ સાથે ગેરવર્તન કર્યું હતું.આ ઘટના 5 જાન્યુઆરીની છે. ફ્લાઇટના ક્રૂએ આ અંગે CISFને ફરિયાદ કરી છે. આ સાથે એરલાઈને આ ઘટનાની સંપૂર્ણ વિગતો DGCA સાથે શેર કરી છે.
Go First Air News: ફ્લાઇટમાં ક્રુ મેંમ્બર્સ સાથે ગેરવર્તણૂક કરવાના કિસ્સાઓ અટકવાના બદલે વધી રહ્યા છે. હજી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાને લઈને ઉભો થયેલો વિવાદ અટક્યો નથી ત્યારે હવે ગો ફર્સ્ટ એરની ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે ઉદ્ધતાઈ કરવાનો મામલો સામે આવ્યો છે.
વિદેશી મુસાફરોએ એર હોસ્ટેસ સાથે ગેરવર્તન કર્યું હતું.આ ઘટના 5 જાન્યુઆરીની છે. ફ્લાઇટના ક્રૂએ આ અંગે CISFને ફરિયાદ કરી છે. આ સાથે એરલાઈને આ ઘટનાની સંપૂર્ણ વિગતો DGCA સાથે શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મુસાફરો અને એર હોસ્ટેસ સાથે દુર્વ્યવહારના કેસોમાં વધારો થયો છે.
ફ્લાઇટમાં ગેરવર્તણૂકના કેસમાં વધારો
આ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ એક યાત્રીએ મહિલા સહ-યાત્રી પર કથિત રીતે પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો. દિલ્હી પોલીસે આજે શંકર મિશ્રાની ધરપકડ કરી હતી, જેના પર ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં એક વૃદ્ધ મહિલા સહ-મુસાફર પર નશામાં ધૂત હાલતમાં બેંગલુરુથી પેશાબ કરવાનો આરોપ હતો.
હવે ગો ફર્સ્ટ એરની એક ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે દુર્વ્યવ્યવહારની ઘટના સામે આવી છે. અહીં તો એક વિદેશી મુસાફરે એર હોસ્ટેસને પોતાની પાસે બેસવાનું કહ્યું હતું. એટલું ઓછું હોય એમ આ વિદેશી મુસાફરે એર હોસ્ટેસ સાથે અશ્લીલ વાત કરી હતી. આ ફ્લાઈટ ગોવામાં બનેલા નવા એરપોર્ટ પરથી દિલ્હીથી ગોવા જઈ રહી હતી.
એર ઈન્ડિયાએ માફી માંગી
મહિલાએ એર ઈન્ડિયાને કરેલી ફરિયાદના આધારે દિલ્હી પોલીસે 4 જાન્યુઆરીએ આરોપી વિરુદ્ધ FIR નોંધી હતી. એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેમ્પબેલ વિલ્સને પણ શનિવારે એક મહિલા સહ-પ્રવાસી પર પેશાબ કરવાની ઘટના બદલ માફી માંગી હતી. સાથે જ કહ્યું હતું કે, તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ચાર ક્રૂ મેમ્બર અને એક પાયલટને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. એરલાઇન બોર્ડ પર આલ્કોહોલ સર્વ કરવા અંગેની તેની નીતિની સમીક્ષા કરી રહી છે.
ઈન્ડિગોની એર હોસ્ટેસ સાથે ખરાબ વર્તન
આ અગાઉ તાજેતરમાં એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં પેસેન્જરે ઈન્ડિગોની એર હોસ્ટેસ સાથે ગેરવર્તન કર્યું હતું. એક મુસાફર અને ઈન્ડિગો ફ્લાઈટ એટેન્ડન્ટ વચ્ચે ભોજનના વિકલ્પને લઈને દલીલ થઈ હતી. આ ઘટનાની લગભગ એક મિનિટ લાંબી વીડિયો ક્લિપ ટ્વિટર પર શેર કરવામાં આવી હતી અને વીડિયો શૂટ કરનાર યુઝરના જણાવ્યા અનુસાર આ ઘટના ઈન્ડિગોની ઈસ્તાંબુલ-દિલ્હી ફ્લાઈટમાં બની હતી.
વીડિયોમાં ફ્લાઈટ એટેન્ડન્ટ અને પેસેન્જર વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. મીડિયા અહેવાલો અનુસાર, ઈન્ડિગોએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી અને કહ્યું હતું કે, ફ્લાઇટમાં તેમના ક્રૂ નેતૃત્વએ દરમિયાનગીરી કરવી પડી કારણ કે પેસેન્જરે ખરાબ વર્તન દર્શાવ્યું હતું અને ફ્લાઇટ એટેન્ડન્ટમાંથી એકનું અપમાન કર્યું હતું.