શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુરુગ્રામની ફોર્ટિસ હૉસ્પીટલમાં યુવતીએ લગાવ્યો વેન્ટિલેટર પર રેપ થયો હોવાનો આરોપ, જાણો વિગતે
યુવતીનો આરોપ છે કેક જ્યારે તે વેન્ટિલેટર પર પુરેપુરી બેહોશમાં ન હતી, ત્યારે આ વારદાતને અંજામ આપવામાં આવ્યો છે. પીડિતે આરોપીનુ નામ વિકાસ બતાવ્યુ છે, ત્યાર બાદ પોલીસે હૉસ્પીટલના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી દેવામાં આવી છે
ગુરુગ્રામઃ હરિયાણામાં ગુરુગ્રામની ફોર્ટિસ હૉસ્પીટલ સવાલોના ઘેરામાં આવી ગઇ છે. એક યુવતીએ હૉસ્પીટલમાં તેની સાથે રેપ થયાનો આરોપ લગાવ્યો છે. આરોપો અનુસાર યુવતી સાથે ત્યારે રેપ થયો જ્યારે તે આઇસીયુમાં વેન્ટિલેટર પર હતી, વળી હૉસ્પીટલનું કહેવુ છે કે તેને ઘટનાની જાણકારી પોલીસને આપી દીધી છે, અને તે તપાસમાં સહયોગ કરવા માટે તૈયાર છે. પોલીસે કેસ નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે.
યુવતીનો આરોપ છે કેક જ્યારે તે વેન્ટિલેટર પર પુરેપુરી બેહોશમાં ન હતી, ત્યારે આ વારદાતને અંજામ આપવામાં આવ્યો છે. પીડિતે આરોપીનુ નામ વિકાસ બતાવ્યુ છે, ત્યાર બાદ પોલીસે હૉસ્પીટલના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
યુવતીના પિતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
યુવતીના પિતા તરફથી જે ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે, તે પ્રમાણે, 21 ઓક્ટોબરે 21 વર્ષીય પીડિત યુવતીને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી, શ્વાસ લેવામાં તકલીફ હોવાથી યુવતીની તબિયત વધારે ખરાબ થઇ અને તેને આગળના દિવસે એટલે કે 22 ઓક્ટોબરે આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. 6 દિવસ બાદ જ્યારે પીડિતાને હોશ આવ્યો તો તેને પોતાના પિતાને શારીરિક શોષણ વાળી વાત કહી, જે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તે પ્રમાણે 21થી 27 ઓક્ટોબરની વચ્ચે યુવતી સાથે રેપની વારદાત થઇ હતી.
ABP ન્યૂઝ પાસે છે એફઆઇઆરની કૉપી
ઉલ્લેખનીય છે કે, 28 ઓક્ટોબરે યુવતીના પિતાએ ગુરુગ્રામના સુશાંત લોક વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે. ABP ન્યૂઝની પાસે એફઆઇઆરની કૉપી છે. ફરિયાદમાં તે ત્રણ પાનાનો પણ ઉલ્લેખ છે, જેના પર યુવતીએ લખીને પિતાને આપવીતી જણાવી છે. આ પન્ના પર ઘણુબધુ લખ્યુ છે. પોલીસ યુવતીની જે રીતે લખાણને હિન્ટ કરી રહી છે, તેમાંથી કેટલાક શબ્દ તમને જણાવીએ છીએ.
પહેલા પન્ના પર લખ્યુ છે- "આજે જ મારી દઉં પણ આના પપ્પા..." "ધીરે બોલો..."
બીજા પન્ના પર લખ્યુ છે- "મારી તો આજે જ દઇશુ પણ તેના પપ્પા..."
ત્રીજા પન્ના પર લખ્યુ છે- "હું અહીં ક્યારથી છુ?", "બેહોશ થઇને લઇને ગઇ", "ત્યાં બહુ અવાજ હતો", "કંઇક સમજાયુ નહીં", "મેં આંખો બંધ કરી લીધી", "બેહોશ થઇ ગઇ", "ત્યારબાદ 2-4 દિવસ ખાવાના ના આપ્યુ", "બોલી રહ્યાં હતા મરશે ક્યારે?", "વિકાસ નામનો હતો કોઇ", "હું બેહોશ થઇ ગઇ", "Rape", "I M Pregnant".
આ શબ્દોનો શુ અર્થ છે પોલીસ આની તપાસ કરી રહી છે, પરંતુ વિકાસ નામના આરોપીનો ઉલ્લેખ યુવતીની ચિઠ્ઠીમાં છે તે હજુ પોલીસ પકડમાંથી બહાર છે. પોલીસ હજુ સુધી યુવતીની નિવેદન નથી લઇ શકતી, વેન્ટિલેટર રહેલી યુવતી હજુ નિવેદન આપવા માટેની હાલતમાં નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion