શોધખોળ કરો
કાટજૂએ ફોડ્યો ટ્વિટર બોમ્બ, કહ્યું- ભારતને પાકિસ્તાનથી નહીં, બિહારથી છે ખતરો

પટણા: પટણા સેવાનિવૃત્ત જસ્ટિસ માર્કંડેય કાટજૂ પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. તેમને આજે ટ્વિટ કરી બિહાર અને બિહારિયોની જોરદાર મઝાક ઉડાવી છે. બિહારની મઝાક ઉડાવતા તેમને ટ્વિટ કર્યું કે ભારતને પાકિસ્તાનથી નહીં બિહારથી સૌથી મોટો ખતરો છે. કાટજૂએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે મારા અંગ્રેજીના શિક્ષક ફિરાક ગોરખપુરીએ કહ્યું હતું કે ભારતને પાકિસ્તાનથી નહીં બિહારથી ખતરો છે. પોતાના આગલી ટ્વિટમાં તેમને લખ્યું કે આધિકારિક સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પાકિસ્તાને આ ઑફરને ઠુકરાવી દીધી છે જ્યારે તેમને કહેવામાં આવ્યું કે કાશ્મીરની સાથે જ તમારે બિહારને અપનાવવું પડશે. બિહારને અપનાવવાથી ઈંકાર કરતા પાકિસ્તાન ડરી ગયું અને કાશ્મીરની ઑફરને પણ ઠુકરાવી દીધી. કાટજૂએ મઝાક ઉડાવતા ટ્વિટ પર એક જોક પણ પોસ્ટ કરી છે. Santa Who supports terrorism? Banta Pak Santa Who supports Pak? Banta Bihar Santa How? Banta :Pak got all its ideas of jungle raj from Bihar તેના પછી કાટજૂએ લખ્યું છે- ભજ મન બિહરિયન, બિહરિયન, બિહરિયન...
વધુ વાંચો





















