Pegasus row: વિપક્ષને મળ્યો નીતીશ કુમારનો સાથ, કહ્યું- આ કેસમાં તપાસ થવી જોઈએ
પેગાસસ જાસૂસી મામલે કેંદ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે સરકાર પર ફોન ટેપિંગનો આરોપ લગાવીને વિપક્ષના નેતાઓ હંગામો કરી રહ્યા છે.
પટના: પેગાસસ જાસૂસી મામલે કેંદ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે સરકાર પર ફોન ટેપિંગનો આરોપ લગાવીને વિપક્ષના નેતાઓ હંગામો કરી રહ્યા છે. સાથે જ સમગ્ર કેસમાં તપાસની માંગ કરી રહ્યા છે. સંસદમાં પેગાસસ જાસૂસી મામલાને લઈ ખૂબ જ હંગામો થયો છે. વિપક્ષની માંગ છે કે પાર્લિયામેન્ટ્રી કમિટી બનાવવામાં આવે જે આ મામલે તપાસ કરે. વિપક્ષની આ માંગનો બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સમર્થન કર્યું છે.
એનડીએના સહયોગી નીતીશ કુમારે પેગાસસ જાસૂસી મામલે તપાસની માંગ કરી છે. જનતા દરબાર ખતમ થયા બાદ મીડિયા સાથે વાતચીતમાં નીતીશ કુમારે કહ્યું ફોન ટેપિંગની વાત ઘણા દિવસોથી સામે આવી રહી છે. તેની તપાસ થવી જોઈએ. આ વાત હું પહેલા પણ જણાવી ચૂક્યો છું. આજકાલ કોઈ શું કરી લેશે તે કહેવું મુશ્કેલ છે. એટલે મારા હિસાબથી આ કેસમાં એક-એક વસ્તુ જઈએ,યોગ્ય પગલા ઉઠાવવા જોઈએ.
મુખ્યમંત્રીએ કહ્યું, શું થયું છે અને શું નહી તેના પર સંસદમાં લોકો વાતચીત કરી રહ્યા છે. સમાચાર પત્રોમાં જે આવી રહ્યું છે, તેને જ આપણે લોકો જોઈએ છીએ. પરંતુ આ કેસમાં પૂરી રીતે તપાસ થવી જોઈએ કે કોન કોના ફોનની તપાસ કરાવી સાંભળી રહ્યા છે. જેથી જે સત્ય હોય તે સામે આવે. ક્યારેય પણ કોઈને ડિસ્ટર્બ કરવા માટે કોઈ આ પ્રકારનું કામ કરતું હોય, તો આ ન થવું જોઈએ.
નીતીશ કુમારે કહ્યું, આ સમગ્ર મામલો શું છે આ વાતની મને પૂરી જાણકારી નથી. જે વાતો સામે આવી રહી છે તે આપણે લોકો વાંચી અને જોઈ રહ્યા છીએ. પરંતુ મારા હિસાબથી જો આવુ કંંઈ થયું છે તો તે યોગ્ય નથી. કેંદ્ર સરકાર ઈનકાર કરી રહી છે, તો આ સમગ્ર કેસને સામે રાખવો જોઈએ.