શોધખોળ કરો
દિલ્હીમાં દારૂની દુકાન બહાર જોવા મળ્યું અનોખુ દ્રશ્ય, લોકોએ લાઈનમાં મુકી હેલ્મેટ અને બોટલો, જુઓ તસવીરો
લોકોએ દારૂની દુકાન ખૂલતા પહેલા જ દુકાનની બહાર હેલ્મેટ, પાણીની બોટલ, બેગ તથા અન્ય સામાન ગોઠવી દીધો હતો.
![દિલ્હીમાં દારૂની દુકાન બહાર જોવા મળ્યું અનોખુ દ્રશ્ય, લોકોએ લાઈનમાં મુકી હેલ્મેટ અને બોટલો, જુઓ તસવીરો People keep helmets, water bottles and other things outside of liquor shops દિલ્હીમાં દારૂની દુકાન બહાર જોવા મળ્યું અનોખુ દ્રશ્ય, લોકોએ લાઈનમાં મુકી હેલ્મેટ અને બોટલો, જુઓ તસવીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/09161251/People-keep-helmets-water-bottles-and-other-things-outside-of-liquor-shops-1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દિલ્હીમાં જ્યારથી દારૂની દુકાનો ખુલી છે ત્યારતી લોકોની ભીડ ઓછી થવાનું નામ જ નથી લેતી. દારૂની દુકાનો પર ઉમટતી લોકોની ભીડ સરકાર માટે ચિંતાનું કારણ બની હતી. જે બાદ ભીડને ઓછી કરવાના હેતુથી શુક્રવારે દિલ્હી સરકારે દારૂ પ્રેમીઓને ઈ ટોકન આપવા માટે એક વેબસાઈટ શરૂ કરી હતી. પરંતુ ભારે ટ્રાફિકના કારણે થોડા જ સમયમાં વેબસાઈટ બંધ થઈ ગઈ અને શરાબની દુકાનો પર ભીડ રહી હતી.
આ દરમિયાન દિલ્હીના ગોલ માર્કેટ સ્થિત દારૂની દુકાન બહાર લોકોએ તેમનો સામાન લાઈનમાં રાખી દીધો હતો. લોકોએ દારૂની દુકાન ખૂલતા પહેલા જ દુકાનની બહાર હેલ્મેટ, પાણીની બોટલ, બેગ તથા અન્ય સામાન ગોઠવી દીધો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ગોલ માર્કેટની આ તસવીર શેર કરી છે.
દિલ્હીમાં દારૂની દુકાન બહાર ભીડે સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોના ધજાગરા કર્યા હતા. અનેક જગ્યાએ દુકાનો ખૂલ્યા બાદ થોડા સમયમાં જ બંધ કરી દેવી પડી હતી. લોકોની ભીડને નિયંત્રિત કરવા દિલ્હી પોલીસે ખૂબ મહેનત કરવી પડી હતી.Delhi: People keep helmets, water bottles, bags and their other belongings to mark their positions in queues outside liquor shops in Gole Market. #CoronavirusLockdown pic.twitter.com/8V9jZIW5Gr
— ANI (@ANI) May 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)