શોધખોળ કરો
Advertisement
હવે પિંડદાન માટે હરિદ્ધાર નહીં જવું પડે , કરાશે ઑનલાઈન પિંડદાન
નવી દિલ્લી: ડિજિટલ ઈંડિયાનો વિસ્તાર યુવાઓ, બેકિંગ ક્ષેત્રે અને મીડિયા સુધી સીમિત રહ્યો નથી. ગંગાજળનું ઑનલાઈન વેચાણ પછી દેશના મુખ્ય ધાર્મિક સ્થળો પણ હવે વર્ચુઅલ વર્લ્ડમાં સમાવેશ થઈ શકે છે. ઈલાહાબાદ સહિત ઘણા ધાર્મિક જગ્યાએ પિંડદાન અને અગ્નિ સંસ્કાર જેવી પ્રક્રિયાઓને પણ ઑનલાઈન બનાવવાની તૈયારીમાં છે.
17 સપ્ટેબરથી પંદર દિવસો માટે પિત્રરક્ષા અને પિંડદાન શરૂ થઈ રહ્યા છે. આ વર્ષે હજારો શ્રદ્ધાળુઓએ પોતાના પંડિતોની સલાહ લીધી છે કે કેવી રીતે ધાર્મિક સંસ્કારોને ઑનલાઈન પુરો કરવામાં આવે. પ્રયાગના પંડિત સંજય પાંડે પ્રમાણે દર વર્ષે લોકો અનુષ્ઠાન માટે પ્રયાગ આવે છે પરંતુ આ વર્ષે ઘણાં ભક્તોએ જણાવ્યું કે તે ઈચ્છા હોવા છતાં આ ધાર્મિક સ્થળ પર આવી શકતા નથી અને પોતાના નિયમિત પંડિતોને આગ્રહ કર્યો છે કે તેમના વતી ગંગામાં પિંડદાનની ક્રિયા પુરી કરી દે.
ઈલાહાબાદ, હરિદ્ધાર અને ગયા જેવા ધાર્મિક સ્થળોમાં પીડિતોના ફોન વ્યસ્ત થવા લાગ્યા છે. દેશની અલગ-અલગ જગ્યાએથી લોકો પોતાના પિત્રોની જાણકારી પંડિતોને વોટ્સએપ અને ઈમેલ મારફતે મોકલી રહ્યા છે. યાત્રાથી બચવા અને વ્યસ્ત જિંદગીના લીધે લોકો હવે વર્ચુઅલ સ્પેસનો સહારો લઈ રહ્યા છે. પુજારીઓ પણ આ નવા પ્લેટફૉર્મમાં પોતાની જાતને ઢાળી રહ્યા છે, કદાચ તેમને પણ અંદાજો આવી ગયો છે કે આવનાર સમયમાં તેમની જરૂરત આના કરતાં પણ વધુ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion