(Source: ECI/ABP News/ABP Majha)
સ્પાઇસજેટમાં બની વિચિત્ર ઘટના, પ્રવાસીએ ઇમરજન્સી ગેટ ખોલવાની કરી કોશિશ, પ્રવાસીએ દર્શાવ્યું આ કારણ
દિલ્લીથી વારાણસી જતી સ્પાઇસ જેટ વિમાનમાં બેઠેલો એક શખ્સે ઇમરજન્સી ગેટ ખોલવાની કોશિશ કરી. આ સ્થિતિમાં ઇમરજન્સી લેન્ડિંગની અપીલ પણ કરવામાં આવી. શું હતો સમગ્ર મામલો જાણીએ
દિલ્લીથી વારાણસી જતી સ્પાઇસજેટમાં તે સમયે અફરાતફરી મચી ગઇ જ્યારે પ્લેનમાં સવાર એક વ્યક્તિએ ઇમરજન્સી ગેટ ખોલવાની કોશિશ કરી. ઘટનાની ગંભીરતાને જોતા પાયલોટને પણ ઇમરજન્સી લેન્ડિંગની અપીલ કરવામાં આવી હતી. દિલ્લીથી વારાણસી જવાના ક્રમમાં સ્પાઇસજેટમાં બેઠેલા એક શખ્સે ઇમરજન્સી ગેટની પાસે જઇને તેને ખોલવાની કોશિશ કરી. ક્રૂ મેમ્બર્સે ઘટનાની સૂચના પાયલોટને આપી. તો પાયલટે સ્થિતિને ઘ્યાનમાં રાખતા ઇમરજન્સી લેન્ડિગની અપીલ કરી હતી. જો કે પ્લેનમાં સવાર અન્ય લોકોએ તેને કાબૂ કરવા માટે વારાણસી સુધી પકડી રાખ્યો હતો. આ સમય દરમિયાન ફ્લાઇટમાં ખૂબ હોબાળો થયો હતો.
પ્રવાસીઓએ ઇમરજન્સી ગેટ ખોલવાની કરી કોશિશ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવી હરકત કરનાર શખ્સની માનસિક સ્થિતિ સારી ન હતી અને તે વારંવાર ઇમરજન્સી ગેટ ખોલવાની જિદ કરતો હતો. એક સમયે એવું પણ લાગ્યું કે, તે ગેટ ખોલી જ દેશે. જો કે ઘટનાસ્થળે હાજર લોકોએ તેને કાબૂ કરવા માટે તેને પ્લેન લેન્ડ થાય ત્યાં સુધી પકડી રાખ્યો. પ્લેનમાં પ્રવાસ કરી રહેલા યાત્રીએ જણાવ્યું કે, યાત્રીની માનસિક હાલત ઠીક ન હતી અને તે કંઇ પણ કરી દેત. તેથી તેને પ્લેન લેન્ડ થાય ત્યાં સુધી કાબૂમાં રાખવા પકડી રાખવો પડ્યો હતો.આ ફલાઇટમાં 89 પ્રવાસીઓ યાત્રા કરી રહ્યાં હતા. જો આ શખ્સ દ્વારા ઇમરજન્સી ગેટ ખોલી દેવાયો હોત તો બહુ મોટી દુર્ઘટના ઘટી હોત. પ્લેનમાં સવાર સ્ટાફ અને પ્રવાસીઓનું સુઝબુઝના કારણે મોટી દુર્ઘટના ટળી.
શખ્સને પોલીસને સોંપી દીધો
વિમાન વારાણસી એરપોર્ટ પહોંચતાં જ સીઆઇએસએફના જવાને આ શખ્સની ધરપકડ કરી લીધી છે. આ શખ્સનું નામ ગૌરવ ખન્ના છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, વ્યક્તિની માનસિક સ્થિતિ ઠીક નથી. હાલ આ શખ્સને ફુલપુર પોલીસ સ્ટેશનનને સોંપી દેવાયો છે. ફુલપુર પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.