(Source: ECI/ABP News/ABP Majha)
PIB Fact Check: વોટ્સએપ પર નજર રાખવા મોદી સરકારે બહાર પાડી નવી ગાઇડલાઇન, જાણો શું છે હકીકત
Fact Check: એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે વોટ્સએપ ચેટ પર નજર રાખવા અને લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે એક નવી વોટ્સએપ ગાઈડલાઈન બહાર પાડી છે.
PIB Fact Check: હાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે વોટ્સએપ ચેટ પર નજર રાખવા અને લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે એક નવી વોટ્સએપ ગાઈડલાઈન બહાર પાડી છે.
શું છે વાયરલ મેસેજમાં દાવો
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે વોટ્સએપને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વોટ્સએપે ટેક્સ્ટ ડિલિવરી 'ટિક' ફીચરને લઈને એક નવું અપડેટ કર્યું છે.
વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે વોટ્સએપમાં એક ટિકનો અર્થ છે કે મેસેજ મોકલવામાં આવ્યો છે અને બે ટિકનો અર્થ છે કે તે ડિલિવરી કરવામાં આવ્યો છે. જ્યારે સંદેશ વાંચવામાં આવે ત્યારે બે ટીક વાદળી થઈ જાય છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો શેર કરેલા મેસેજમાં 3 બ્લુ ટિક દેખાય છે, તો સરકારે તમારા મેસેજની નોંધ લીધી છે અને તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.
મેસેજમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે જો બે બ્લુ ટિક પછી લાલ ટિક હોય તો સરકાર તમારી સામે કાર્યવાહી કરી શકે છે. એક વાદળી અને બે લાલ ટિક છે કે કેમ તે સરકાર તમારા ડેટાની તપાસ કરી રહી છે. મેસેજના અંતમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો ત્રણેય ટિક લાલ થઈ જાય તો સરકારે તમારી સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. કોર્ટ તરફથી તમને સમન્સ જારી કરવામાં આવી શકે છે.
સંદેશ અસલી છે કે નકલી?
PIB ફેક્ટ ચેકની ટીમે મેસેજની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. વોટ્સએપ પર લોકોની ચેટ પર નજર રાખવા માટે સરકાર તરફથી આવી કોઈ ગાઈડલાઈન નથી. PIB ફેક્ટ ચેકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી વાયરલ મેસેજ શેર કર્યો અને તેને નકલી ગણાવ્યો.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
A message circulating on social media claims the Government of India has released a new #WhatsApp guideline to monitor chats and take action against people #PIBFactCheck :
— PIB Fact Check (@PIBFactCheck) August 22, 2022
▶️This message is #FAKE
▶️The Government has released no such guideline pic.twitter.com/vSbGXESmce