Fact Check: શું મોદી સરકાર બધા વિદ્યાર્થીઓને ફ્રીમાં આપી રહી છે લેપટોપ ? જાણો શું છે હકીકત
Fact Check: વોટ્સએપ પર એક એવો જ મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે કેન્દ્ર સરકાર લોકોને મફતમાં લેપટોપનું વિતરણ કરી રહી છે.
PIB Fact Check: સોશિયલ મીડિયાના આ યુગમાં વારંવાર મેસેજ વાયરલ થતા રહે છે. કેટલાક સંદેશાઓ લોકોને જાણ કરવા માટે સેવા આપે છે, પરંતુ કેટલાક સંદેશાઓ ભ્રમણામાં મૂકે છે. વોટ્સએપની વાત કરીએ તો, આજના સમયમાં મોટાભાગના લોકોએ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે અને મૂંઝવણભર્યા વાયરલ મેસેજ વારંવાર જોવા મળે છે. આજકાલ વોટ્સએપ પર એક એવો જ મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે કેન્દ્ર સરકાર લોકોને મફતમાં લેપટોપનું વિતરણ કરી રહી છે. આ મેસેજ વોટ્સએપ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ આ વાતને સાચી માની લીધી છે અને અન્ય લોકોને વોટ્સએપ દ્વારા મેસેજ વાયરલ પણ કરી રહ્યા છે.
પીઆઈબીએ તેને સાવ ખોટો ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે અને લોકોને ચેતવણી આપી છે. પીઆઈબીના જણાવ્યા અનુસાર, જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેમાં ઉપર લખેલું છે કે 'પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ' અને તેની નીચે લખેલું છે કે 'મોદી સરકાર દ્વારા લેપટોપ બિલકુલ ફ્રી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યા છે, જલ્દી બુક કરો.' તે પછી નીચે એક લિંક આપવામાં આવી છે.
A text message with a website link is circulating with a claim that the Government of India is offering free laptops for all students. #PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) April 25, 2022
▶️The circulated link is #Fake.
▶️The government is not running any such scheme. pic.twitter.com/OkYDOY8ns5
PIB Fact Check એ શું કહ્યું
પીઆઈબી ફેક્ટ ચેક ટીમ મુજબ, આ દાવો બોગસ છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. પીઆઈબીએ લોકને આવા બોગસ મેસેજથી સાવધાન રહેવાની સલાહ આપી છે. ઉપરાંત આવા મેસેજ ફોરવર્ડ કે શેર ન કરવા જણાવ્યું છે.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.