GST on Crematorium Services: શું સ્મશાન સેવાઓ પર પણ GST લાગશે? જાણો સરકારે શું આપ્યો જવાબ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા 'સ્મશાન સેવાઓ પર 18 ટકા GST' લગાવવામાં આવ્યો છે.
PIB Fact Check: GSTના તાજેતરના સુધારેલા દરો પછી, ઘણા મીડિયા અહેવાલોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારે અંતિમ સંસ્કાર, દફનવિધિ, અગ્નિસંસ્કાર અથવા શબઘર સેવાઓ પર GST લાદ્યો છે અને તે પણ 18 ટકાના ઊંચા દરે. જો કે સરકાર દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.
વાયરલ થઈ રહેલા મેસેજમાં શું છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા 'સ્મશાન સેવાઓ પર 18 ટકા GST' લગાવવામાં આવ્યો છે. આ હેઠળ, અંતિમ સંસ્કાર, દફનવિધિ, અગ્નિસંસ્કાર અથવા શબઘર સેવાઓ પર 18 ટકા GST વસૂલવામાં આવશે. જાણો PIB ફેક્ટ ચેક આ વિશે શું કહે છે.
Claim: There will be 18% GST on Crematorium Services.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) July 20, 2022
▶️This claim is #Misleading.
▶️There is no GST on funeral, burial, crematorium, or mortuary services.
▶️In this reference GST @ 18% is only applicable for work contracts and not the services. pic.twitter.com/7HE2MPMs1s
PIB ફેક્ટ ચેકમાં શું છે
PIB ફેક્ટ ચેકે કેન્દ્ર સરકાર દ્વારા સ્મશાન સેવાઓ પર 18 ટકા GST લગાવવાના સમાચારને નકલી ગણાવ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે આ દાવો ભ્રામક છે. અંતિમ સંસ્કાર, દફન, અગ્નિસંસ્કાર અથવા શબઘર સેવાઓ પર કોઈ GST નથી. લગભગ 18 ટકા GST માત્ર વર્ક કોન્ટ્રાક્ટ માટે જ લાગુ પડે છે, સેવાઓ પર કોઈ GST લાગતો નથી.
તમે પણ હકીકતની તપાસ કરી શકો છો
જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે PIB દ્વારા ફેક્ટ ચેક કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વીડિયોને WhatsApp નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ મોકલી શકો છો.