PIB Fact Check: શું દર મહિને 18 હજાર રૂપિયા આપી રહી છે સરકાર? જાણો શું છે મામલો
PIB Fact Check:પીઆઈબીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે
PIB Fact Check: કેન્દ્ર સરકાર સામાન્ય જનતાના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. લોકો યુટ્યુબ, વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર આ યોજનાઓની માહિતી આપે છે. કેટલાક છેતરપિંડી કરનારાઓ પણ સરકારી યોજનાઓ અને સરકારના નામે ભ્રામક સમાચાર શેર કરવાનું શરૂ કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર દર મહિને 18 હજાર રૂપિયા આપશે. હવે આવો જાણીએ કે આ મેસેજમાં કેટલી સત્યતા છે.
दावा: इस #Youtube चैनल "sarkarikhabar21" के एक वीडियो थंबनेल में दावा किया गया है कि 24 अप्रैल 2024 से सरकार प्रत्येक व्यक्ति को 18 हज़ार रुपए प्रतिमाह देगी।#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) April 24, 2024
▶️ यह दावा #फ़र्ज़ी हैं, सरकार द्वारा ऐसी कोई भी घोषणा नहीं की गयी है। pic.twitter.com/8m9oT5ddE1
વાસ્તવમાં યુટ્યુબ ચેનલ sarkarikhabar21ના એક વીડિયો થંબનેલમાં દાવો કરવામાં આવ્યો છે કે 24 એપ્રિલ, 2024થી સરકાર દરેક વ્યક્તિને દર મહિને 18 હજાર રૂપિયા આપશે. ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અથવા પીઆઈબીએ આ વાયરલ મેસેજનું સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ચાલો તમને જણાવીએ કે આ વાયરલ મેસેજ પર PIBએ શું ખુલાસો કર્યો છે.
પીઆઈબીએ કર્યો ખુલાસો
જ્યારે સરકારની પ્રેસ એજન્સી PIBએ આ દાવાની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો તો તેણે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પીઆઈબીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. પીઆઈબીએ લોકોને જણાવ્યું છે કે સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય સરકારી એજન્સીએ પણ આવી ભ્રામક પોસ્ટ અને વીડિયોથી દૂર રહેવાની અપીલ કરી છે. તેઓ માને છે કે તમે આવા મેસેજમાં ફસાઇને છેતરપિંડીનો શિકાર બની શકો છો. સરકાર પોતે જ તેની તમામ યોજનાઓની માહિતી આપતી પ્રેસ રિલીઝ બહાર પાડે છે.
ફરિયાદ ક્યાં કરવી?
સરકારને લગતા કોઈપણ ભ્રામક સમાચાર જાણવા માટે તમે PIB ફેક્ટ ચેકની મદદ પણ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ WhatsApp નંબર 8799711259 પર PIB ફેક્ટ ચેકને ભ્રામક સમાચારનો સ્ક્રીનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા URL મોકલી શકે છે અથવા તેને factcheck@pib.gov.in પર મેઇલ કરી શકે છે.