PM Modi Meets States CMs: રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ બાદ શું બોલ્યા PM મોદી ?
દેશમાં 3 કરોડ 50 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરના સંક્રમણના વધી રહેલા કેસના પગલે પીએમ મોદીએ આજે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરી હતી. જેમાં મોદીએ કહ્યુ, દેશની કોરોના સામેની લડત એક વર્ષથી ચાલી રહી છે. ભારતના લોકો કોરોનાનો જે રીતે સામનો કરી રહ્યા છે તેનું ઉદાહરણ લોકો રજૂ કરે છે. આજે દેશમાં 96 ટકાથી વધુ કેસ રિકવર થયા છે. મૃત્યુ દરના સૌથી ઓછા દરવાળા દેશોમાં ભારત પણ છે. કેટલાક રાજ્યોમાં કેસની સંખ્યા વધી રહી છે. દેશના 70 જિલ્લાઓમાં આ વધારો 150 ટકાથી વધુ છે. આપણે કોરોનાની આ બીજી લહેર ને તરત જ રોકવી પડશે. આ માટે આપણે તાત્કાલિક અને નિર્ણાયક પગલા ભરવા પડશે.
PM મોદીએ કહ્યુંક , ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટને ફરી ગંભીરતાથી લેવી પડશે, ટેસ્ટિંગ વધારવું પડશે. આરટી-પીસીઆર ટેટની સંખ્યા 70થી ઉપર લાવવી પડશે. કેરળ-ઉત્તરપ્રદેશ-છત્તીસગઢમાં રેપિડ ટેસ્ટિંગની ઓછું થઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે.
વેક્સિનેશનનો બગાડ અટકાવવો પડશે
લોકોને પેનિક મોડમાં લાવવા નથી, ભયનો માહોલ નથી બનાવવો. લોકોને પરેશાનીથી મુક્તિ અપાવવી છે અને જૂના અનુભવો ફરીથી ઉપયોગમાં લાવવા પડશે. વેક્સિનેશનની સ્પીડ વધારવી પડશે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, યુપીમાં વેક્સિનેશન વેસ્ટનો આંકડો 10 ટકા પહોંચ્યો છે. જે ક્યારેય વિચાર્યુ નહોતું. દેશમાં આશરે દરરોજ 30 લાખ વેક્સિન લગાવવામાં આવી રહી છે. આ સ્પીડને વધારવી પડશે અને રસીનો બગાડ અટકાવવો પડશે.
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. બુધવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 હજાર 903 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી બુધવારે 188 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,14,38,734 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,10,45,284 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,34,406 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,044 પર પહોંચ્યો છે.
દેશમાં 3 કરોડ 50 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.