(Source: ECI/ABP News/ABP Majha)
One Year of New Education Policy: PM મોદીએ કહ્યું- નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માધ્યમથી નવા ભવિષ્યનું થશે નિર્માણ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને જમીન પર ઉતારવા માટે કોરોના કાળમાં શિક્ષકોએ ઘણી મહેનત કરી છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને જમીન પર ઉતારવા માટે કોરોના કાળમાં શિક્ષકોએ ઘણી મહેનત કરી છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એક વર્ષ પૂર્ણ થવા પર ગુરુવારે એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કોરોના કાળમાં પણ શિક્ષણ નીતિ પર ઘણુ કામ થયું છે. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિના માધ્યમથી નવું ભવિષ્ય બનશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, નવી રાષ્ટ્રિય શિક્ષા નીતિ અંતર્ગત ભારતનુ ભાગ્ય બદલવાનુ સામર્થ્ય છે. આ નવી શિક્ષણ નીતિથી રિવોલ્યુશનલ ચેન્જ આવશે. જો નિર્ણય ખોટો હશે તો શુ થશે તે ચિંતા નહી રહે. સાથોસાથ ઈ સફલ દ્વારા ઈ વ્યવસ્થા વિદ્યાર્થીઓને પરિક્ષાના ડરથી મુક્તિ અપાવશે.
પીએમ મોદીએ કહ્યું, નવા નવા સ્કિલ અને ઈનોવેશનનો સમય આવશે. આજે નવી રાષ્ટ્રિય શિક્ષા નીતિ અંતર્ગત ભારતનુ ભાગ્ય બદલવાનુ સામર્થ્ય છે. સારુ ભણવા માટે વિદેશ જવુ પડે. પણ સારુ ભણવા માટે વિદેશથી લોકો ભારત આવ્યા તે હવે જોવા મળી રહ્યુ છે. આ વિગતો ઉત્સાહ વધારનારા છે. માતૃભાષાને પ્રોત્સાહન આપવાનુ શરુ થયુ છે. પ્લે સ્કુલનો સંકલ્પ હવે દુર દુર ગામડે ગામડે જશે. અને યુનિવર્સિલ કાર્યક્રમ તરીકે અમલી બનશે. રાજ્યો તેમની જરૂરીયાત મુજબ આ કાર્યક્રમને અમલી બનાવશે.
15 ઓગસ્ટના રોજ આપણે આઝાદીના 75 વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. એક રીતે આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ઈમ્પ્લિમેન્ટેશન આઝાદીના મહાપર્વનો મહત્વનો હિસ્સો બન્યો છે. આ નવી યોજનાઓ નવા ભારત માટે મહત્વની ભૂમિકા ભજવશે.
નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી ઘણા મોટા બદલાવ કરવામાં આવ્યા છે. પ્રથમ વખત મલ્ટીપલ એન્ટ્રીય અને એક્ઝિટ સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે. તેનાથી વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થશે. જેમનો અભ્યાસ કોઈ કારણોસર અધવચ્ચે છૂટી જાય છે.