શોધખોળ કરો
લોકડાઉનને પાછળ રાખી ચુક્યુ છે ભારત, હવે અનલોકનો છે વારોઃ મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કોરોના વાયરસના આ સંકટમાં આ રીતની ઓનલાઇન ઇવેન્ટ આપણી સૌથી મોટી તાકાત છે.

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે દેશમાં અનેક પડકારો ઉભા થયા છે. કેન્દ્ર સરકારે અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. જે બાદ આજે પ્રથમ વખત પીએમ મોદીએ સીઆઈઆઈના કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કોરોના વાયરસના આ સંકટમાં આ રીતની ઓનલાઇન ઇવેન્ટ આપણી સૌથી મોટી તાકાત છે. આજે આપણે વાયરસ સામે લડવાનું છે અને બીજી અર્થવ્યવસ્થાનું પણ ધ્યાન રાખવાનું છે. મને વિશ્વાસ છે કે આપણા અર્થતંત્રની ગાડી ફરી દોડી પજશે.
મને દેશની ક્ષમતા, ટેલેન્ટ અને ટેકનોલોજી પર ભરોસો છે. આ કારણે વિશ્વાસ છે કે આપણે ફરીથી અર્થતંત્રને ફૂલ સ્પીડ આપશું. કોરોનાએ આપણી સ્પીડ ભલે ઘટાડી હોય પરંતુ ભારત હવે લોકડાઉનને પાછળ રાખીને અનલોકના તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું, જ્યારે વિશ્વમાં કોરોનાનો કહેર હતો ત્યારે ભારતે મોટા ફેંસલા લીધા, લોકડાઉન લાગુ કર્યુ જેના કારણે હાલ વિશ્વના દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે.The direction in which the government is moving today, be it our mining sector, energy sector or research and technology, in every field there will be many new opportunities for youth of the country: PM Modi pic.twitter.com/VMewUXk560
— ANI (@ANI) June 2, 2020
પીએમે કહ્યું, અર્થતંત્રને ફરીથી મજબૂત કરવાની સરકારની પ્રાથમિકતા છે. તેથી અનેક પ્રકારના ફેંસલા લઇ રહી છે.Intent, Inclusion, Investment, Infrastructure and Innovation— these five things are important to speed up India's development and make it 'atmanirbhar'. You will get a glimpse of these in the bold decisions recently taken by us: PM Narendra Modi pic.twitter.com/vcZpx5BcEl
— ANI (@ANI) June 2, 2020
વધુ વાંચો
Advertisement





















