PM Modi Cabinet Expansion: મોદીના મંત્રીમંડળ વિસ્તરણના મોટા સમાચાર, આ કારણે એક દિવસ માટે ટળ્યું વિસ્તરણ
જે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં સ્થાન અપાય તેમ માનવામાં આવે છે. ઉપરાંત પ્રાદેશિક પક્ષોના નેતાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ ચાલુ સપ્તાહે થશે. જોકે તેમાં એક દિવસનો વિલંબ થઈ શકે છે. ગઠબંધન સાથીઓ સાથે વાતચીત પૂરી ન થવાના કારણે મંત્રીમંડળ વિસ્તરણની તારીખ લંબાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી મંત્રીમંડળમાં એક મંત્રાલય પર નીતિશ કુમાર માનતા નથી. નીતિશ તેમની પાર્ટીને ત્રણ મંત્રાલય મળે તેમ ઈચ્છે છે.
મંત્રીમંડળ વિસ્તરણ આઠ જુલાઈએ જશે. તેની પહેલા આજે પીએમ મોદીએ મહત્વની બેઠક બોલાવી છે. આ પહેલા મોદી અને શાહની બીજેપીના સંગઠન મંત્રી બીએલ સંતોષ સાથે બેઠક થઈ ચુકી છે. જેમાં મંત્રીમંડળ વિસ્તરણને અંતિમ રૂપ આપવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.
નવા મંત્રી મંડળમાં 17 થી 22 મંત્રી શપથ લેશે. જે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં સ્થાન અપાય તેમ માનવામાં આવે છે. ઉપરાંત પ્રાદેશિક પક્ષોના નેતાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.
ક્યા રાજ્યમાંથી કોણ થઈ શકે છે સામેલ
ઉત્તરપ્રદેશ
- ત્રણથી ચાર મંત્રી સામેલ કરાશે
- અપના દળમાંથી અનુપ્રિયા પટેલ
બિહાર
- બે થી ત્રણ મંત્રી સામેલ થશે
- બીજેપી-સુશીલ મોદી
- જેડીયુથી આરસીપી સિંહ
- એલજેપી- પશુપતિ પારસ
મધ્યપ્રદેશ
- એકથી બે મંત્રી સામેલ થશે.
- જ્યોતિરાદિત્ય સિંધિયા
- રાકેશ સિંહ
મહારાષ્ટ્ર
- એકથી બે મંત્રી સામેલ થશે
- નારાયણ રાણે
- હિના ગાવિત
- રણજીત નાઈક નિમ્બલકર
રાજસ્થાન
- એક મંત્રી સામેલ થઈ શકે છે
આસામ
- એક થી બે મંત્રી સામેલ
- સોનોવાલ
પશ્ચિમ બંગાળ
- શાંતનું ઠાકુર
- નિશીથ પ્રમાણિક
ઓડિશા
- એક મંત્રી
જમ્મુ કાશ્મીર
- એક મંત્રી બનાવવામાં આવી શકે છે
લદ્દાખ
- એક મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે
આ વખતે ગઠબંધન પક્ષો પણ મોદી મંત્રીમંડળનો હિસ્સો હોઇ શકે છે. કેબિનેટમાં જેડીયુ, એલજેપી અને વાયએસઆર કોંગ્રેસના મંત્રી સામેલ થઈ શકે છે.
મંત્રીમંડળમાં વધારાનો હવાલો સંભાળતા આ મંત્રીનો બોજ થઈ શકે છે હળવો
- પ્રકાશ જાવડેકર
- પીયૂષ ગોયલ
- ધર્મેન્દ્ર પ્રધાન
- નીતિન ગડકરી
- ડો. હર્ષવર્ધન
- નરેન્દ્ર સિંહ તોમર
- રવિશંકર પ્રસાર
- સ્મૃતિ ઇરાની
- હરદીપ સિંહ પુરી
કેન્દ્રીય મંત્રીમંડળમાં 81 સભ્ય હોઈ શકે છે. વર્તમાનમાં 53 મંત્રી છે અને 28 નવા મંત્રી સામેલ કરવામાં આવી શકે છે.