Ukraine Russia Attack: રશિયા અને યુક્રેન વચ્ચે સતત નવમા દિવસે ચાલી રહ્યુ છે યુદ્ધ, રેસ્ક્યૂ ઓપરેશ વચ્ચે PM મોદીની યુક્રેન સંકટ પર પાંચમી બેઠક
નવમા દિવસે પણ રશિયા દ્વારા યુક્રેન પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે
Ukraine-Russia War: નવમા દિવસે પણ રશિયા દ્વારા યુક્રેન પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રશિયાના હુમલાથી આગ લાગી હતી. દરમિયાન શુક્રવારે યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી હોવાના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી વી.કે. સિંહે આ અંગે માહિતી આપી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ અને ત્યાંની તાજેતરની સ્થિતિને લઈને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting to review the Ukraine-related situation.#RussiaUkraineCrisis pic.twitter.com/jAbLsRLBoR
— ANI (@ANI) March 4, 2022
પોલેન્ડના પાડોશી દેશ યુક્રેનમાં હાજર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે જણાવ્યું છે કે આજે એવા સમાચાર મળ્યા હતા કે કિવથી આવી રહેલા એક વિદ્યાર્થીને ગોળી વાગી હતી અને તેને સારવાર માટે પરત કિવ લઇ જવામાં આવ્યો હતો.
વીકે સિંહે કહ્યું કે હજુ 1600-1700 બાળકો ભારત પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 1400 બાળકો સાત ફ્લાઈટમાં ભારત પહોંચ્યા છે. કેટલાક બાળકો પોતપોતાના માધ્યમથી વોર્સો પહોંચ્યા હતા અને તેઓએ તેમના સંબંધીઓ સાથે રહેવાનું નક્કી કર્યું છે. તે પોલેન્ડમાં સુરક્ષિત છે.