શોધખોળ કરો
Advertisement
પીએમ મોદી અયોધ્યામાં સૌથી પહેલા જશે હનુમાનગઢી, ત્યાં શું શું કરશે મોદી, જાણો વિગતે
સવારે 11:40 કલાકે હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ સુધી દર્શન-પૂજન કરશે, મોદી સવારે 11-11:15 વાગે અયોધ્યા પહોંચશે. લગભગ ત્રણ કલાક અહીં રોકાશે. બપોરે લગભગ 2 વાગે અયોધ્યાથી રવાના થઇ જશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5મી ઓગસ્ટે રામનગરી અયોધ્યામાં હાજરી આપશે. અહીં રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહ્યાં છે, ત્યારે સૌથી પહેલા પીએમ મોદી અયોધ્યામાં હનુમાન ગઢીના દર્શન કરશે, અને પૂજા કરીને રવાના થશે. અહીં પીએમ મોદી હનુમાનગઢીમાં ત્રણ મિનીટ પૂજા કરશે. સવારે 11:40 કલાકે હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ સુધી દર્શન-પૂજન કરશે, મોદી સવારે 11-11:15 વાગે અયોધ્યા પહોંચશે. લગભગ ત્રણ કલાક અહીં રોકાશે. બપોરે લગભગ 2 વાગે અયોધ્યાથી રવાના થઇ જશે.
હનુમાનગઢીના મુખ્ય પુજારી મહંત રાજૂ દાસે જણાવ્યુ કે, વડાપ્રધાન ભૂમિપૂજન માટે આવી રહ્યાં છે. તેમને નક્કી કર્યુ છે કે તે પહેલા હનુમાનગઢીમાં દર્શન કરશે. અહીં ખાસ પૂજાની વ્યવસ્થા કરાશે. અમને 7 મિનીટ આપી છે, આમાં વડાપ્રધાનનુ આવવા જવાનુ મશ્કેલ છે, લગભગ 3 મિનીટ પુજામાં લાગશે.
પીએમ મોદી હનુમાનગઢીમાં પુજા કર્યા બાદ માનસ ભવનમાં પૂર્વ નિર્મિત મંદિર જશે. અહીં ભગાવાન રામની મૂર્તિ રાખવામાં આવી છે. ત્યારબાદ તે ભૂમિ પૂજન માટે રામ જન્મભૂમિ તરફ જશે. કાર્યકાળ સ્થળ પર નાનુ મંચ બનાવવામાં આવી રહ્યુ છે, જ્યાંથી વડાપ્રધાન સંતોને સંબોધિત કરશે.
મંચ પર માત્ર 5 લોકો જ રહેશે. પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ, યુપીની રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મંચ પર હાજર રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion