શોધખોળ કરો

પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર

વડાપ્રધાન 15 થી 20 મે દરમિયાન UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે. આ પ્રવાસનો મુખ્ય હેતુ યુરોપ અને ગલ્ફ દેશો સાથે ભારતની આર્થિક અને ડિફેન્સ પાર્ટનરશિપને મજબૂત બનાવવાનો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડાપ્રધાન મોદી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઇટાલીની મુલાકાત લેશે.
  • પ્રવાસી દેશો સાથે વ્યૂહાત્મક, આર્થિક, ટેકનોલોજીકલ ભાગીદારી વધારવાનો ઉદ્દેશ્ય.
  • વ્યાપાર, ઉર્જા, સંરક્ષણ, સ્પેસ ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા પર ચર્ચા મુખ્ય.
  • ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં પણ વડાપ્રધાનની ખાસ હાજરી.

PM Modi 5 nation tour 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 થી 20 મે દરમિયાન 5 દેશોના એક બહુ-રાષ્ટ્રીય અને અત્યંત મહત્વના પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસમાં તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે. આખી યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગલ્ફ અને યુરોપિયન દેશો સાથે ભારતની વ્યૂહાત્મક, આર્થિક અને ટેકનોલોજીકલ ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાનો છે. ખાસ કરીને વેપાર, ઉર્જા, સંરક્ષણ અને સ્પેસ ટેકનોલોજી જેવા મુદ્દાઓ આ પ્રવાસના કેન્દ્રમાં રહેશે. આ ઉપરાંત, ઓસ્લોમાં યોજાનારી ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં પણ પીએમ મોદી ખાસ હાજરી આપશે.

સૌથી પહેલા UAE ની મુલાકાત

પ્રવાસના પ્રથમ તબક્કામાં પીએમ મોદી 15 મેના રોજ UAE પહોંચશે. અહીં તેઓ UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ખાસ બેઠક કરશે. આ બેઠકમાં ઉર્જા સહયોગ, વેપાર અને રોકાણ જેવા મુદ્દાઓની સાથે ત્યાં વસતા 45 લાખથી વધુ ભારતીયોના કલ્યાણ અંગે પણ વાતચીત થશે. નોંધનીય છે કે, UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ છે અને છેલ્લા 25 વર્ષોમાં રોકાણની દ્રષ્ટિએ સાતમા ક્રમે છે.

નેધરલેન્ડમાં નવીનતા અને સંરક્ષણ પર ચર્ચા

UAE ની મુલાકાત પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન ડચ પીએમ રોબ જેટનના આમંત્રણ પર 15 થી 17 મે દરમિયાન નેધરલેન્ડ જશે. ત્યાં તેઓ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને રાજા વિલેમ-એલેક્ઝાન્ડર તથા રાણી મેક્સિમાને પણ મળશે. આ મુલાકાતમાં ડિફેન્સ, સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન અને વોટર મેનેજમેન્ટ પર સહયોગ વધારવા અંગે ચર્ચા થવાની આશા છે. નાણાકીય વર્ષ 2024-25 માં બંને દેશો વચ્ચે 27.8 બિલિયન ડોલરનો વેપાર થયો હતો, જે દર્શાવે છે કે નેધરલેન્ડ યુરોપમાં ભારતનું ટોચનું વેપારી કેન્દ્ર છે.

સ્વીડનમાં ગ્રીન ટ્રાન્ઝિશન અને AI પર ફોકસ

ત્રીજા તબક્કામાં, પીએમ મોદી 17 થી 18 મે દરમિયાન સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનના આમંત્રણથી ગોથેનબર્ગ શહેરની મુલાકાત લેશે. બંને નેતાઓ ગ્રીન ટ્રાન્ઝિશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સંરક્ષણ અને સ્પેસ ટેકનોલોજીમાં સહયોગ વધારવા માટે નવા વિકલ્પો શોધશે. આ સાથે જ પીએમ મોદી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે 'યુરોપિયન ગોળમેજી ઉદ્યોગ પરિષદ' ને પણ સંબોધિત કરશે.

પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો

43 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમની નોર્વે યાત્રા

ત્યારબાદ, 18 થી 19 મે દરમિયાન પીએમ મોદી નોર્વે પહોંચશે. છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે મુલાકાત હશે. અહીં તેઓ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોર તથા રાજા હેરાલ્ડ પાંચમા અને રાણી સોન્જાને મળશે. આ મુલાકાતનો મુખ્ય વિષય સ્વચ્છ ટેકનોલોજી અને બ્લુ ઇકોનોમી (દરિયાઈ અર્થવ્યવસ્થા) રહેશે.

ખાસ વાત એ છે કે, 19 મેના રોજ ઓસ્લોમાં 'ત્રીજી ભારત-નોર્ડિક સમિટ' યોજાશે. આ સમિટમાં નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડનના નેતાઓ એકસાથે જોવા મળશે, જ્યાં રિન્યુએબલ એનર્જી, ક્લાઈમેટ ચેન્જ અને આર્કટિક સહયોગ જેવા વિષયો પર મંથન થશે.

પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો

ઈટાલીમાં યાત્રાનું સમાપન

મુલાકાતના અંતિમ ચરણમાં, વડાપ્રધાન 19 થી 20 મે દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર ઇટાલી પહોંચશે. અહીં તેઓ રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલા સાથે પણ મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે 'સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-2029' હેઠળ વેપાર, રોકાણ, સ્વચ્છ ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે.

Frequently Asked Questions

વડાપ્રધાન મોદી કયા 5 દેશોની મુલાકાત લેશે?

વડાપ્રધાન મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે.

આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગલ્ફ અને યુરોપિયન દેશો સાથે ભારતની વ્યૂહાત્મક, આર્થિક અને ટેકનોલોજીકલ ભાગીદારીને મજબૂત કરવાનો છે.

UAEમાં વડાપ્રધાન મોદી કોને મળશે અને કયા મુદ્દાઓ પર ચર્ચા થશે?

UAEમાં તેઓ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરશે. ઉર્જા સહયોગ, વેપાર, રોકાણ અને ભારતીયોના કલ્યાણ પર ચર્ચા થશે.

ત્રીજી ભારત-નોર્ડિક સમિટ ક્યાં યોજાશે અને તેમાં કયા દેશોના નેતાઓ ભાગ લેશે?

ત્રીજી ભારત-નોર્ડિક સમિટ ઓસ્લો, નોર્વેમાં યોજાશે. તેમાં નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડનના નેતાઓ ભાગ લેશે.

ઈટાલીમાં વડાપ્રધાન મોદી કયા ક્ષેત્રોમાં સંબંધો મજબૂત કરવા પર ચર્ચા કરશે?

ઈટાલીમાં તેઓ વેપાર, રોકાણ, સ્વચ્છ ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે સંબંધો મજબૂત કરવા પર ચર્ચા કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget