શોધખોળ કરો

પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો

વડાપ્રધાને 24 કલાકમાં બે વાર ઈંધણ બચાવવા દેશવાસીઓને અપીલ કરી છે. જોકે, ભારતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક અને મજબૂત વિદેશી હૂંડિયામણ હોવાથી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડાપ્રધાને ઈંધણ બચાવવા અપીલ કરી, દેશમાં અછત નથી.
  • દેશ પાસે 60 દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઈલ સ્ટોક.
  • ભારતનું વિદેશી હૂંડિયામણ $703 બિલિયન, મજબૂત સ્થિતિમાં.
  • ભારત ત્રીજો મોટો ઓઈલ રિફાઈનર, નિકાસમાં ચોથું સ્થાન.

PM Modi fuel saving appeal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 24 કલાકમાં દેશવાસીઓને બે વાર ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) બચાવવાની અપીલ કરી છે. રવિવારે હૈદરાબાદમાં અને ત્યારબાદ સોમવારે ગુજરાતના વડોદરામાં સરદાર ધામ છાત્રાલયના લોકાર્પણ વખતે તેમણે લોકોને ઈંધણના ઉપયોગમાં સાવચેતી રાખવા કહ્યું હતું. પીએમની આ અપીલ બાદ ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થયો છે કે શું દેશમાં ઈંધણની અછત સર્જાઈ છે? શું ફરીથી લોકડાઉન જેવી સ્થિતિ આવવાની છે? પરંતુ, આવું બિલકુલ નથી. હાલમાં દેશમાં લોકડાઉન કે કટોકટી જેવી કોઈ જ પરિસ્થિતિ નથી. આવું શા માટે, તેના 3 મુખ્ય કારણો અહીં સમજીએ:

1. દેશમાં ઈંધણનો પૂરતો સ્ટોક છે

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલિયમ પેદાશોની કોઈ અછત નથી. આપણી પાસે 60 દિવસ ચાલે એટલું ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ (કુદરતી ગેસ) નો સ્ટોક પહેલેથી જ પડેલો છે. આ ઉપરાંત, 45 દિવસ સુધી ચાલે એટલો LPG (રાંધણ ગેસ) નો સ્ટોક પણ છે. વૈશ્વિક સ્તરે અત્યારે યુદ્ધ અને તણાવનો માહોલ છે તેમજ સપ્લાયમાં પણ તકલીફ છે, છતાં દેશની ઊર્જા સુરક્ષા માટે આપણો આ સ્ટોક એકદમ પૂરતો છે. પીએમની અપીલ માત્ર સાવચેતી અને વિદેશી હૂંડિયામણની બચત માટે છે.

2. ભારતનું વિદેશી હૂંડિયામણ (Forex Reserve) ખૂબ મજબૂત છે

સરકારી આંકડાઓ મુજબ, ભારતનું વિદેશી વિનિમય અનામત (વિદેશી હૂંડિયામણ) હાલમાં $703 બિલિયન છે, જે એક ખૂબ જ મજબૂત સ્થિતિ છે. ફેબ્રુઆરી 2026 માં આ આંકડો $728.5 બિલિયનના રેકોર્ડ સ્તરે હતો, તેના કરતા અત્યારે ભલે તે થોડું ઓછું હોય, પરંતુ તે દેશ માટે એક મોટા સેફ્ટી નેટ (સલામતી જાળ) સમાન છે. આપણી પાસે એટલા રિઝર્વ નાણાં છે કે આપણે આરામથી 10 થી 11 મહિના સુધીની આયાતનો ખર્ચ ઉઠાવી શકીએ છીએ.

પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો

3. ઓઈલ રિફાઈનિંગ અને નિકાસમાં ભારતનો દબદબો

ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓઈલ રિફાઈનર દેશ છે અને પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરવામાં આપણો નંબર ચોથો આવે છે. આપણી કુલ ઓઈલ રિફાઈનિંગ ક્ષમતા વાર્ષિક આશરે 250 થી 255 મિલિયન મેટ્રિક ટન છે. સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં આ ક્ષમતા વધારીને 450 MMTPA કરવાનું છે. ભલે આપણે આપણી જરૂરિયાતના 85% ક્રૂડ ઓઈલ વિદેશથી આયાત કરીએ છીએ, પરંતુ તેને રિફાઈન કરીને પેટ્રોલિયમ પેદાશો બનાવીને વેચવી એ આપણી નિકાસનો સૌથી મોટો અને મજબૂત હિસ્સો છે. આથી અર્થતંત્રના મોરચે કોઈ મોટો ખતરો નથી.

પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....

Frequently Asked Questions

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કેમ કરી છે?

વડાપ્રધાન મોદીએ ઈંધણના ઉપયોગમાં સાવચેતી રાખવા અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે આ અપીલ કરી છે. દેશમાં ઈંધણની કોઈ અછત નથી.

શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે?

ના, દેશમાં પેટ્રોલિયમ પેદાશોની કોઈ અછત નથી. આપણી પાસે 60 દિવસ ચાલે એટલું ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો સ્ટોક છે.

શું ભારતનું વિદેશી હૂંડિયામણ મજબૂત છે?

હા, ભારતનું વિદેશી વિનિમય અનામત $703 બિલિયન છે, જે એક મજબૂત સ્થિતિ દર્શાવે છે. આ દેશ માટે સલામતી જાળ સમાન છે.

ઓઈલ રિફાઈનિંગમાં ભારતનું સ્થાન શું છે?

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઈલ રિફાઈનર દેશ છે. આપણી રિફાઈનિંગ ક્ષમતા વાર્ષિક આશરે 250-255 મિલિયન મેટ્રિક ટન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget