PM Modi Speech In Bhopal: PM મોદીએ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું, કહ્યું- નામ બદલવાથી સ્ટેશનનું મહત્વ વધ્યું
મધ્યપ્રદેશના ભોપાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસર પર તેમણે એક ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
મધ્યપ્રદેશના ભોપાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસર પર તેમણે એક ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન મોદીએ ઉદ્ધાટન બાદ કહ્યું કે નામ બદલવાથી સ્ટેશનનું મહત્વ વધી ગયું છે. નોંધનીય છે કે આ સ્ટેશનું નામ અગાઉ હબીબગંજ રેલવે સ્ટેશન હતું જેને બદલીને હવે રાણી કમલાપતિ કરી દેવામાં આવ્યું છે. સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેશમાં લોકોને એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે.
Madhya Pradesh: Prime Minister Narendra Modi inaugurates and dedicates to the nation the re-developed Rani Kamlapati Railway Station in Bhopal.
— ANI (@ANI) November 15, 2021
Governor Mangubhai Patel, Railways Minister Ashwini Vaishnaw and CM Shivraj Singh Chouhan also present at the occasion. pic.twitter.com/AjzyULtUk3
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતીય રેલવેનું ભવિષ્ય કેટલું આધુનિક છે કેટલું ઉજજવળ છે તેનું પ્રતિબિંબ ભોપાલના આ ભવ્ય રેલવે સ્ટેશનમાં જે પણ આવશે તેને જોવા મળશે. સ્ટેશન પર ભીડ, ગંદગી. ટ્રેનની રાહમાં કલાકોનું ટેન્શન, સ્ટેશન પર બેસવા, ખાવા-પીવાની અસુવિધા. ટ્રેનની અંદર ગંદગી, સુરક્ષાની ચિંતા. દુર્ઘટનો ડર. આ બધુ એક સાથે દિમાગમાં ચાલતું રહેતું હતું. ભારત કેવી રીતે બદલાઇ રહ્યું છે, સપનાઓ કેવી રીતે સાચા થઇ રહ્યા છે. એ માટેનું ઉત્તમ ઉદાહરણ ભારતીય રેલવે સ્ટેશન બની રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભોપાલના આ ઐતિહાસિક રેલવે સ્ટેશનનો ફક્ત કાયાકલ્પ થયો નથી પરંતુ ગિન્નૌરગઢની રાણી કમલાપતિનું નામ જોડાવાથી સ્ટેશનનું મહત્વ વધી ગયું છે. ભારતીય રેલવેનું ગૌરવ પણ વધી ગયું છે.
Not only has this historic railway station been redeveloped but with the linking of the name of Rani Kamlapati of Ginnorgarh to this station,its importance has also increased.Railway's pride is now linked to pride of Gondwana: PM inaugurates Rani Kamlapati Railway Station, Bhopal pic.twitter.com/TF0yv2pnL9
— ANI (@ANI) November 15, 2021
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે રાણી કમલાપતિ રેલવે સ્ટેશનના રૂપમાં દેશને પ્રથમ આઇએસઓ સર્ટિફાઇડ દેશનું પ્રથમ પીપીપી મોડલ આધારિત રેલવે સ્ટેશન દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. જે સુવિધાઓ એરપોર્ટ પર મળી રહી છે તે આજે રેલવે સ્ટેશન પર મળી રહી છે. ભારતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રોકાણ થઇ રહ્યું છે.