Atal Setu Inauguration: દેશના સૌથી લાંબા બ્રિજ અટલ સેતુનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, હવે કલાકોની મુસાફરી મિનિટોમાં થશે, જુઓ ડ્રોન વીડિયો
Atal Setu in Mumbai: પીએમ મોદીએ આજે અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે. મુંબઈના લોકો માટે આજે એક સારા સમાચાર છે. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો.
Atal Setu in Mumbai: પીએમ મોદીએ આજે અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે. મુંબઈના લોકો માટે આજે એક સારા સમાચાર છે. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. તે ભારતનો સૌથી લાંબો પુલ અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. આ બ્રિજ લગભગ 21.8 કિમી લાંબો સિક્સ લેન બ્રિજ છે, જેની લંબાઈ દરિયા પર લગભગ 16.5 કિમી અને જમીન પર લગભગ 5.5 કિમી છે. તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતમાં મુસાફરીનો સમય પણ ઘટાડશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી પણ સુધરશે.
PM Modi inaugurates India's longest sea bridge 'Atal Setu' in Mumbai
Read @ANI Story | https://t.co/85klfRYonc#PMModi #pmmodiinaugurateatalsetu #AtalSetu pic.twitter.com/8vxQDZ7SwQ— ANI Digital (@ani_digital) January 12, 2024
જાણો આ પુલ કેટલો લાંબો છે?
વડા પ્રધાનનું વિઝન શહેરી પરિવહન માળખા અને કનેક્ટિવિટીને મજબૂત કરીને નાગરિકોની ' આવનજાવનની સરળતા' સુધારવાનું છે. આ વિઝનને અનુરૂપ, મુંબઈ ટ્રાન્સહાર્બર લિંક (MTHL), જેને હવે 'અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ' નામ આપવામાં આવ્યું છે. ડિસેમ્બર 2016માં વડાપ્રધાન દ્વારા પુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તે 21.8 કિલોમીટર લાંબો છ લેન પુલ છે, જેની લંબાઈ સમુદ્ર પર 16.5 કિલોમીટર અને જમીન પર લગભગ 5.5 કિલોમીટર છે.
#WATCH | Atal Setu - the Mumbai Trans Harbour Link - which is India's longest bridge built on the sea will see the movement of more than 70,000 vehicles every day.
— ANI (@ANI) January 11, 2024
Prime Minister Narendra Modi is scheduled to visit Maharashtra to inaugurate the Atal Setu, on January 12. pic.twitter.com/6Y0R5qzG5F
મુસાફરી સરળ રહેશે
તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેનાથી મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીનો સમય પણ ઘટશે. આનાથી મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી પણ સુધરશે. અધિકારીએ જણાવ્યું હતું કે, પેસેન્જર કારમાંથી વન-વે ટોલ રૂપિયા 250 હશે, જ્યારે પરત ફરતી વખતે મુસાફરી તેમજ દૈનિક અને વારંવાર મુસાફરોની ફી અલગ-અલગ હશે.