શોધખોળ કરો
Advertisement
મમતા બેનર્જીએ કહ્યું- ચૂંટણી માટે મોદી ‘ચાવાળા’ બની જાય છે અને બાદમાં ‘રાફેલવાળા’
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અગાઉ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. જલપાઇગુડીમાં વડાપ્રધાન મોદીએ રેલી કર્યાના થોડા સમય બાદ મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે વડાપ્રધાન મોદીના ચાવાળા નિવેદન પર ટીકા કરતા કહ્યું તે ચૂંટણી લડવા માટે ચાવાળા બની જાય છે અને બાદમાં રાફેલવાળા બની જાય છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ આજે જલપાઇગુડીમાં અનેક પરિયોજનાઓની આધારશિલા રાખ્યા બાદ એક રેલીને સંબોધિત કરી હતી. જ્યાં મોદીએ કહ્યું કે, અહી મારો જૂનો સંબંધ છે. તમે ચા ઉગાવનારા છો અને હું ચા બનાવનારો છું પરંતુ ચાવાળા સાથે દીદીને આટલી નફરત કેમ છે?
મમતા બેનર્જીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ચા બગીચાના કર્મચારીઓની પેન્શનને લઇને ખોટુ બોલ્યા છે. અડધુ સત્ય બતાવ્યું છે. મને એ કહેતા શરમ આવી રહી છે કે તે ચૂંટણી અગાઉ ચા વાળા અને ચૂંટણી બાદ રાફેલવાળા બની જાય છે. સીબીઆઇ વિવાદને લઇને મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને નિશાન બનાવતા કહ્યું કે, આરબીઆઇથી લઇને સીબીઆઇ સુધી તમામ લોકો તેમને બાય બાય કેમ કરી રહ્યા છે. તે ભારતને જાણતા નથી. તે અહીં ગોધરા અને અન્ય વિવાદો બાદ પહોંચ્યા છે. તે નોટબંધી અને ભ્રષ્ટાચારના માસ્ટર છે. અમે સાથે કામ કરી રહ્યા છીએ જેથી વડાપ્રધાન ડરી ગયા છે. દુર્ભાગ્યની વાત છે કે તેઓ પૈસાની તાકાત થી વડાપ્રધાન બની ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement