શોધખોળ કરો
Advertisement
74 વર્ષના આ શખ્સે કર્યું એવું કામ કે વખાણ કરતાં PM મોદીએ પણ કર્યું ટ્વીટ
જમ્મુના રહેઠાણ વિસ્તારમાં રહેતા 74 વર્ષના યોગરાજ મેંગીએ પોતાના માસિક પેંશનથી 6 હજાર માસ્ક બનાવીને લોકોને વહેંચ્યા.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન છે. આ લોકડાઉન દરમિયાન અનેક એવા લોકોની કહાની સામે આવી છે જેમણે અસામાન્ય પરિસ્થિતિઓમાં અસામાન્ય કામ કર્યું છે. આવા જ એક શખ્સ છ 74 વર્ષના યોગરાજ મેંગી. યોગરાજના કામના વખાણ ખુદ પીએમ મોદીએ પણ કર્યા છે.
જમ્મુના રહેઠાણ વિસ્તારમાં રહેતા 74 વર્ષના યોગરાજ મેંગીએ પોતાના માસિક પેંશનથી 6 હજાર માસ્ક બનાવીને લોકોને વહેંચ્યા. એટલું જ નહીં તેમણે શહેરના જરૂરિયાત લોકોને રાશન વહેંચવાનું પણ શરૂ કર્યું છે. માસ્ક બનાવવાનું કામ તેમણે ત્યારે શરૂ કર્યું હતું જ્યારે કોરોના સમાચાર મીડિયામાં આવવાના શરૂ થયા હતા.
તેમણે પોતાના રૂપિયાખી ખરીદીને માસ્ક સફાઈ કર્મચારીઓને વહેંચ્યાં, જ્યારે માર્કેટમાં માસ્ક ખત્મ થવા લાગ્યા તો તેઓ માસ્ક બનાવવામાં લાગી ગયા. પોતાની પત્નીના સહોયગથી તેમણે 6 હજાર માસ્ક બનાવ્યા અને લોકોને વહેંચ્યા. તેમના પરિવારમાં બે દીકરા અને બે પુત્રવધુ પણ છે. પરિવારના લોકો તેમને સપોર્ટ કરે છે અને મદદ પણ કરે છે.
ખાસ વાત એ છે કે આ કામ માટે તેમણે કોઈની પાસે રૂપિયા નથી લીધા અને પોતાના ગજવાના રૂપિયાથી આ પરોપકારના કામમાં લાગી ગયા. મેંગીએ કહ્યું કે, કોરોના સામે લડાઈ કરનારાઓની મદદનો આ તેમનો નાનો પ્રયત્ન છે. માત્ર આ જ વિચાર છે કે દેશ માટે કંઈપણ કરી શકું.
પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે - એવા લોકો પર ગર્વ છે.
તમને જણાવીએ કે, ભારતમાં કોરોનાના 13 હજારથી વધારે કેસ સામે આવ્યા છે જ્યારે 437 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુનિયાભરમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 1,45,568 લોકોના મોત થયા છે. હાલમાં આ વાયરસની કોઈ સારવાર નથી મળી. સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉન જ ભારતમાં આ વાયરસને રોકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement