નારી શક્તિ વંદના બિલથી લઇને ભારતની પ્રથમ રેપિડ ટ્રેન સુધી, વડાપ્રધાન મોદીએ છેલ્લા 30 દિવસોનું જાહેર કર્યુ 'રિપોર્ટ કાર્ડ'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક સંબોધનમાં ઓક્ટોબર મહિનામાં થયેલા કામોની વિગતો આપી હતી
![નારી શક્તિ વંદના બિલથી લઇને ભારતની પ્રથમ રેપિડ ટ્રેન સુધી, વડાપ્રધાન મોદીએ છેલ્લા 30 દિવસોનું જાહેર કર્યુ 'રિપોર્ટ કાર્ડ' PM Modi issued report card of 30 days said From Nari Shakti Vandan Act to India first regional railway નારી શક્તિ વંદના બિલથી લઇને ભારતની પ્રથમ રેપિડ ટ્રેન સુધી, વડાપ્રધાન મોદીએ છેલ્લા 30 દિવસોનું જાહેર કર્યુ 'રિપોર્ટ કાર્ડ'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/7b9682561d1512d6287b9044e9fe2f3b1698370125668584_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક સંબોધનમાં ઓક્ટોબર મહિનામાં થયેલા કામોની વિગતો આપી હતી. છેલ્લા ત્રીસ દિવસમાં દેશની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ જણાવ્યું કે આ મહિનો કેટલો ખાસ રહ્યો છે, જ્યાં નારી શક્તિ વંદના એક્ટ બિલ લોકસભા અને રાજ્યસભા બંને દ્વારા પસાર કરવામાં આવ્યું છે. મહિલા આરક્ષણનો આ કાયદો જેનાથી દેશનો ચહેરો બદલાશે તેવી અપેક્ષા છે, જે મોદી સરકારના પ્રયાસો બાદ શક્ય બન્યું છે. આ મહિને 20 ઓક્ટોબરે વડા પ્રધાને દેશને તેની પ્રથમ રિઝનલ રેલની ભેટ આપી હતી. આ રેલ દિલ્હીથી ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર સુધીની 17 કિમી લાંબી રેલ સેવાનો પ્રથમ તબક્કો છે જે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ દેશની પ્રથમ હાઇ સ્પીડ રેલ છે જે મેટ્રો કરતા વધુ ઝડપી છે.
PM Modi sharing his report card for the last 30 days....
— BALA (@erbmjha) October 26, 2023
Exceptional 🔥 pic.twitter.com/4cscXrZ2XT
PM Modi sharing his report card for the last 30 days....
— BALA (@erbmjha) October 26, 2023
Exceptional 🔥 pic.twitter.com/4cscXrZ2XT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અહીં 37મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરતી વખતે જણાવ્યું હતું કે સરકારે છેલ્લા નવ વર્ષમાં રમતગમત પર ખર્ચ ત્રણ ગણો વધાર્યો છે. તેમણે કહ્યું કે ભારત 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા તૈયાર છે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરતાં મોદીએ કહ્યું કે ગોવામાં આ ગેમ્સનું આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે ભારતીય રમતો નવી ઊંચાઈએ પહોંચી રહી છે. મોદીએ કહ્યું, 'અમે ખેલાડીઓને નાણાકીય લાભ આપવા માટે યોજનાઓમાં ફેરફાર કર્યા છે.'તેમણે કહ્યું કે IOC સત્ર દરમિયાન મેં 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ સામે રાખી છે. મેં ઓલિમ્પિકની સુપ્રીમ કમિટીને ખાતરી આપી છે કે ભારત 2030માં યુવા ઓલિમ્પિક અને 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવા તૈયાર છે. ઓલિમ્પિકના આયોજનની અમારી આકાંક્ષા માત્ર લાગણીઓ સુધી મર્યાદિત નથી, તેની પાછળ નક્કર કારણ છે. 2036 સુધીમાં ભારત વિશ્વની અગ્રણી આર્થિક શક્તિઓમાંની એક બની જશે. ત્યાં સુધીમાં દરેક ભારતીયની આવક અનેક ગણી વધી જશે. ત્યાં સુધીમાં દેશમાં એક મોટો મધ્યમ વર્ગ હશે.
વડાપ્રધાને કહ્યું કે, ખેલો ઈન્ડિયા યોજના હેઠળ દેશભરમાંથી 3000 યુવા ખેલાડીઓની તાલીમ ચાલી રહી છે. દરેક ખેલાડીને દર વર્ષે 6 લાખ રૂપિયાથી વધુની સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. આ અભિયાનના લગભગ 125 ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો. આ ખેલાડીઓએ 36 મેડલ જીત્યા હતા. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 30 દિવસમાં રમતગમતની દુનિયામાં ઘણું બધું થયું છે. એશિયાડમાં ભારતે સોથી વધુ મેડલ જીત્યા હતા. ચાલીસ વર્ષ પછી ભારતે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું આયોજન કર્યું. ઉત્તરાખંડને હોકી એસ્ટ્રોટર્ફ અને વેલોડ્રમ મળ્યા. વારાણસીમાં આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ પર કામ કરવામાં આવ્યું હતું. ગ્વાલિયરને અટલ બિહારી વાજપેયી દિવ્યાંગ સ્પોર્ટ્સ સેન્ટર મળ્યું. હવે અહીં ગોવામાં રાષ્ટ્રીય રમતો યોજાઈ રહી છે.
વડાપ્રધાન મોદીએ છેલ્લા 30 થી 35 દિવસમાં તેમની સરકારના ઘણા મોટા કામોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં મહિલા આરક્ષણ બિલ પસાર કરવું, ગગનયાન મિશનમાં મુખ્ય પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરવા, પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ નમો ભારત ટ્રેનની શરૂઆત, ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનો સમાવેશ થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)